યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વરસાદની વિષમ પરિસ્થિતિમાં ગરીબોને ભોજન-કપડાંનું વિતરણ

- text


સેવાભાવી સંસ્થાઓને ગરીબ કુટુંબો માટે ગરમ કપડાંનું દાન આપવા અપીલ

મોરબી : વાવઝોડું ઓખીને કારણે વાતાવરણમાં આવેલ અચાનક બદલાવથી મોરબીના અનેક ગરીબ કુટુંબો ઉઓર આદ્ય અને નીચે ધરતી જેવી સ્થિતિમાં મુશ્કેલીમાં મુકાતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વિષમ પરિસ્થિતિમાં ગરીબ કુટુંબો માટે તાકીદે ભોજન અને કપડાંની વ્યવસ્થા કરી વિતરણ કરવામાં આવ્યું છે.

યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીના જણાવ્યા મુજબ મોરબી શહેરમાં વાતાવરણમાં આવેલ અચાનક ફેરબદલના લીધે વરસાદી માહોલ થયેલ છે જેના પરિણામે મોરબી શહેરમાં આવેલ ઝુપડપટ્ટી માં રહેતા લોકોની હાલત કફોડી બનેલ છે.

- text

બગડેલ મૌસમના ના લીધે તેઓને ભોજન બનાવી ના શકે તેવી સ્થિતિ નું નિર્માણ થતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી શહેરમાં આવેલ વિવિધ ઝુપડપટ્ટી વિસ્તારમાં “માનવતાની સંવેદના” ઝુંબેશ દવારા લોકોને પૌષ્ટિક ભોજન જમાડીને તથા ઉપયોગી કપડાં અને અન્ય ચીજવસ્તુઓ નું વિતરણ કરીને વિષમ પરિસ્થિતિમાં મદદરૂપ બનવાનો સ્ત્તુત્ય પ્રયાસ કરેલ છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે આ સેવા કાર્ય વાતાવરણ સામાન્ય ન બને ત્યાં સુધી સેવાયજ્ઞ રૂપે ચાલુ રાખી સેવા કાર્ય કરવામાં આવશે.

આ તકે મોરબીની તમામ સેવાભાવી સંસ્થાઓને દેવેનભાઈ રબારીએ યંગ ઇન્ડિયા ગ્રુપ વતી અપીલ કરી હતી કે વાતાવરણની આ વિકટ સ્થિતમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ઠંડી થી રાહત મળે તેવા ઉમદા હેતુથી ગરમ કપડાં અને ભોજન ની વ્યવસ્થા કરી મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો.

- text