મોરબી જિલ્લામાં ત્રણ સખી મતદાન મથકોમાં મહિલા સ્ટાફ સંચાલન કરશે

- text


મોરબી : ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ની યોજાનાર ચૂંટણીમાં ભારતના ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ દરેક વિધાનસભા બેઠક દિઠ મહિલા સંચાલિત એક સખી મતદાન મથક કાર્યરત કરવા નકકી કરાયું છે. જે અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આઇ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં એક એક સખી મતદાન મથક મળી કુલ ત્રણ સખી મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. આ મતદાન મથકોમાં ચૂંટણી સંદર્ભેની તમામ કામગીરી મહિલા કર્મચારીઓ/અધિકારીઓ સંભાળશે. મતદાન મથક સુરક્ષા બંદોબસ્તમાં પણ મહિલા પોલીસ તૈનાત રહેશે.

- text

આ અંગેની માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે.પટેલે જણાવ્યું કે મોરબી જિલ્લાના જે ત્રણ સખી મતદાન મથકો ઉભા કરાયા છે. જેમાં ૬૫-મોરબી વિધાનસભા બેઠકમાં વિવેકાનંદ પ્રાથમિક શાળા રામકૃષ્ણનગર, મોરબીમાં મતદાન મથકનં-૨૫૭, ૬૬-ટંકારા બેઠકમાં એમ.પી. દોશી હાઇસ્કુલ, ટંકારા મતદાન મથક નં -૧૪૯ અને ૬૭- વાંકાનેર બેઠકમાં દોશી કોલેજ, વાંકાનેર મતદાન મથક નં ૭૫ ને સખી મતદાન મથક તરીકે નકકી કરવામાં આવેલ છે. જેનું સમગ્ર સંચાલન મહિલાઓ સંચાલીત હશે. તેમ તેમણે જણાવ્યું હતું.

 

- text