ઓખી વાવાઝોડાને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ : કંટ્રોલરૂમ શરૂ

- text


તમામ મામલતદાર, ટીડીઓ અને ઉચ્ચ અધિકારીઓને સલામતીના પગલાં લેવા સજ્જ કરતા કલેકટર આઈ.કે.પટેલ

મોરબી: દક્ષિણ ભારત તરફથી ગુજરાત તરફ આવી રહેલા “ઓખી” નામના વાવાઝોડાની મોરબી શહેર જિલ્લામાં થનારી સંભવિત અસરો સામે જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે સમગ્ર વહીવટીતંત્રને “એલર્ટ” કરી અગમચેતીના પગલા ભરવા તૈયાર રહેવા આદેશ કરી કંટ્રોલરૂમ શરૂ કરવી દીધો છે.
પ્રાપ્ત વિગતો મુજબ દક્ષિણ ભારત તરફથી આવી રહેલ ઓખી નામનું વાવઝોડું ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફ જોરદાર ગતિથી આગળ ધપી રહ્યું છે અને આજે, આવતીકાલે આ વાવઝોડું રોદ્ર રૂપ ધારણ કરે તેમ હોવાનું હવામાન વિભાગે આગાહી કરી છે.

વધુમાં પરમ દિવસે તારીખ ૬ ના રોજ આ વાવઝોડું ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનમાં ફેરવાઈ બાદ માં ગુજરાતમાં સમી જવાનું હોય હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે ભયંકર તોફાની વાવઝોડું ફૂંકાવાની દહેશત વ્યક્ત કરતા મોરબી જિલ્લા કલેકટર દ્વારા મોરબીના નવલખી પોર્ટ અને ફિસરીઝ વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

- text

વધુમાં જિલ્લા કલેકટર આઈ.કે પટેલે ઉમેર્યું હતું કે વાવાઝોડા ઓખીને પગલે જિલ્લાના તમામ મામલતદારો, ટીડીઓ અને ચીફ ઓફિસરને એલર્ટ કરી અગમચેતીના પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યો છે ઉપરાંત કંટ્રોલરૂમ પણ કાર્યરત કરી દેવમાં આવ્યો હોવાનું તેમણે ઉમેંર્યું હતું.

આમ, મોરબીમાં વાવાઝોડાની સંભવિત અસરો સામે અસરકારક રાહત બચાવ કામગી કરવા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તેમજ અન્ય આનુસંગિક એજન્સીઓ સાથે મળીને આ કુદરતિ આપતીનો સામનો કરવા સુસજ્જ થઇ ગયેલ છે.

વાવાઝોડા દરમ્યાન ભારે વરસાદ કે ભારે તોફાની પવન દરમ્યાન ઉભી થનારી કોઇપણ વિકટ પરિસ્થિતિમાં આવશ્યક સેવાઓ ડીસ્ટર્બ ના થાય અને ભારે પવનને કારણે જો કોઈપણ અકસ્માત થાય તો તેવા સંજોગોમાં તાત્કાલિક આવશ્યક રાહત બચાવ કાર્ય સેવા ઉપલબ્ધ થઇ શકે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું મોરબી જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે અંતમાં જણાવ્યું હતું.

- text