ટાઇલ્સમાં એન્ટી ડંપીંગ ડ્યુટી મામલે ચીનને જોરદાર લપડાક

- text


મોરબી સિરામિક એસોસિએશનની હાઇકોર્ટમાં લડત સામે ચીને ટ્રીબ્યુનલમાં દાખલ કરેલી અરજી રદ

મોરબી : ઝીરો એન્ટી ડંપીંગ ડ્યુટીનો લાભ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે હરીફાઈ કરી રહેલ ચીનને જોરદાર લપડાક ખાવી પડી છે, સિરામિક એસો.દ્વારા હાઇકોર્ટમાં કરેલી રીટ સામે ચીન ટ્રીબ્યુનલમાં ગયું હતું જ્યાં આઠે-આઠ અરજીઓ કાઢી નાંખવામાં આવતા હોવી મોરબીના સિરામિક ઉત્પાદકોને સાઉથમાં વેપારમાં ફાયદો મળશે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા ટાઇલ્સ અને સેનેટરીવર્સનું ક્વોલિટી ઉત્પાદન કરી વિશ્વભરમાં નિકાસ કરવામાં આવે છે ત્યારે ભારતના ડાયરેકટર ઓફ એન્ટી ડંપીંગ ડ્યુટી દ્વારા ચીનની આઠ કંપનીઓને ઝીરો ટકા એન્ટી ડંપીંગ ડ્યુટીનો લાભ આપવામાં આવતા મોરબીના સિરામિક ઉદ્યોગની કેડ ભાંગી નાખી હતી.
કારણ કે ચીનની આઠ પેઢીઓને ઝીરો ડપિંગ ડ્યુટીનો લાભ મળતાં ચીની કંપનીઓ મોરબીની સરખામણીએ સસ્તા દરે ટાઇલ્સ વેચાણ કરતા હોય ભારતમાં જ્યાં મુખ્ય ખપત છે તેવા સાઉથના રાજ્યોમાં મોરબીના વેપાર ભાંગી ગયા હતા અને અંદાજે ૪૦% વેપારને અસર પહોચી હોવાનું મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું.
વધુમાં કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું જે ચીની કંપનીઓને આપવામાં આવેલા આ લાભ મામલે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા હાઇકોર્ટેમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી હતી જેની સામે ચાઇના ટ્રીબ્યુનલમાં ગયું હતું.
દરમિયાન ટ્રીબ્યુનલ ડાયરેકટર ઓફ એન્ટી ડંપિંગ ડ્યુટી દ્વારા ચીનને આપવામાં આવેલા ઝીરો ટકા લાભને અયોગ્ય ગણાવી આઠે-આઠના અરજીઓ રદ કરી નાખવામાં આવી છે.
નોંધનીય છે કે ચીનની નિતિઓથી અમેરિકા પણ નારાજ છે અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચાઇનની સિરામિક પ્રોડકટ પર એન્ટી ડંપીંગ ડ્યુટી નાખવા નક્કી કર્યું હોય ચીનને બેવડો માર પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઝીરો તક એન્ટી ડંપીંગ ડ્યુટીના લાભ ની સાથે-સાથે ચાઇના દરિયાઈ માર્ગે સાઉથમાં બે હિસાબ માલ ઠાલવતું હતું પરિણામે સાઉથના મોટા ભાગના ખરીદદારો ચાઇનનો સસ્તો માલ ખરીદતા હતા પરંતુ હવે ટ્રીબ્યુનલમાં ચાઇનને લપડાક મળતાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોને મોટો ફાયદો મળશે.

- text

- text