મોરબીમાં ત્રણ નેપાળી નોકરો શેઠના ઘરમાંથી રૂ. ૩૩ લાખનો હાથફેરો કરી ગયા

- text


૨૯ લાખ રોકડા, ૧૬ તોલા સોનુ અને એક કિલો ચાંદી સહિત ૩૩ લાખથી વધુની માલમતા સાથે ત્રણેય પલાયન : પોલીસ ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના પૃથ્વીરાજ પ્લોટમાં રહેતા કારખાનેદાર બહાર ગામ ગયા બાદ તેમના ત્રણ નેપાળી નોકરો કબાટ-તિજોરીના તાળા તોડી સોના-ચાંદીના દાગીના, હેંડી કેમેરા અને ૨૯.૧૫ લાખ રોકડા સહિતની માલમતા ચોરી પલાયન થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે એ મામલે કારખાનેદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સનાળા રોડ ઉપર પૃથ્વીરાજ પ્લોટ શેરી નંબર-૨માં રહેતા અને બરફનું કારખાનું ધરાવતા મોહનભાઇ કુબેરભાઈ પૂનાણી, સતવારા, ઉ.૫૮ ઉપરોક્ત સરનામે શક્તિ બરફ નામનું કારખાનું ધરાવે છે અને તેઓ તા.૩ ના રોજ પરિવાર સાથે બહાર ગામ ગયા બાદ બરફના કારખાનામાં જ કામ કરતા રમેશ બુઠ્ઠા, કરણ અને રાહુલ મૂળ રહે ત્રણેય નેપાળ વાળા ઘરની તિજોરી તોડી ૧૬ તોલા સોનાના દાગીના, હેંડી કેમેરા, ચાંદી એક કિલો અને ઘરની તિજોરીમાં પડેલા રોકડા ૨૯,૧૫,૦૦૦ લાખ મળી કુલ રૂ.૩૩,૧૭,૫૦૦ ની માલમતા કબાટની તીજોરી તોડી લઈને નાસી છુટ્તા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ચોરીના ચકચારી કિસ્સામાં પોલિસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે અને હાલ પી.આઈ.આર.જે .ચૌધરીએ તપાસનો દોર સંભાળ્યો છે. જયારે ત્રણ્ય નેપાળી ચોરના અન્ય જગ્યાએ સીસીટીવી કેમરામાં માં ઝડપાયેલી તસવીરોના આધારે પોલીસે તપાસ શરુ કરી છે.

- text