ટંકારાના સરાયા ગામના ખેડૂતો દ્વારા લિફ્ટ ઇરીગેશન પદ્ધતિના વિરોધમાં ચૂંટણીનો બહિષ્કાર

- text


૩૪ વર્ષથી સામાન્ય કેનાલના પાણી મેળવતા ખેડૂતો ઉપર ખર્ચાળ લિફ્ટ ઇરીગેશન પધ્ધતિ ઠોકી બેસાડતા વિરોધ

ટંકારા : ટંકારા પંથકમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની મોસમ ખીલી હોય તેમ એક પછી એક ગામ મતદાનનો બહિષ્કાર કરી ચૂંટણીમાં વ્યસ્ત તંત્ર માટે ઉપાધિ સર્જી રહ્યા છે. આજે ટંકારાના સરાયા ગામના ખેડૂતોએ ખર્ચાળ લિફ્ટ ઇરીગેશન પદ્ધતિનો વિરોધ કરી મતદાનનો બહિષ્કાર કરવા ચીમકી આપી હતી.
જાણવા મળ્યા મુજબ ટંકારાના સરાયાના ખેડુતોઍ ખેતીમા ઉભેલા મોલને પોષણ માટે ૩૪ વષઁથી ડેમની સિંચાઈ યોજના મારફતે મળતા પિયતના પાણીમા તંત્રે ફેરફાર કરી લીપ ઈરીગેશન અમલમા મુકતા પિયતનુ પાણી ખેડુતો માટે ખચાઁળ અને નાના ખેડુતો માટે ઝાંઝવાના જળ જેવુ બનતા જુની પધ્ધતિથી પાણી આપવા લાંબા સમયથી લડતા જગના તાતે આખરે કંટાળીને મતદાનના બહિષ્કારનુ બ઼હ્માસ્ત્ર છોડવાની ચિમકી ઉચારતુ આવેદનપત્ર સ્થાનિકતંત્રના વડા અને ચુંટણી અધિકારી મામલતદારને પાઠવ્યુ હતુ.

ટંકારા તાલુકાના જામનગર હાઈવે ઉપર વસેલા નાનકડા સરાયા નામના ગામડાની મહતમ વસ્તી પાટીદારોની છે.અને ગામડે વસતા લગભગ દરેક પરિવારો ખેતી ઉપર નિભઁર છે.ખેડુતોના ખેતરોમા મોલને પોષણ માટે તાલુકાના મિતાણા ગામે ૧૯૮૩મા બંધાયેલા ડેમી-૧ ડેમની સિંચાઈ યોજનાની મુખ્ય કેનાલથી નેસડા ગામે બનાવાયેલી નહેરની બ઼ાંચ કુંડીનં.-૩ મારફતે માઈનોર કેનાલ દ્વારા છેલ્લા ૩૪ વષઁથી પિયતનુ પાણી મળતુ હતુ.પરંતુ ગતવષઁથી સિંચાઈ તંત્રે જુની પધ્ધતિમા ફેરફાર કરી લિફ્ટ ઈરિગેશન પધ્ધતિ અમલમા મુકી હતી.

આ યોજનાથી મુખ્ય કેનાલ ઉપરાંત માઈનોર કેનાલ અને તેને જોડતી શાખા કેનાલો અને બ઼ાંચની કુંડી સહિત સિંચાઈનુ પાણી વહાવતા તમામ માગોઁને સિમેન્ટથી મઢીને પાકા કરવામા આવેલ છે.જેથી,હવે ખેડુતોને પોતાના ખેતરમા વાવેતર કરેલા મોલને પિયત કરવા માટે કુંડીમાથી પાણી પોતાના ખેતર સુધી પહોચાડવા માટે ડિઝલ ઍન્જીન મારફત પોતાની પાણીની પાઈપ લાઈન પાથરી પાણી મેળવવુ પડે છે.આ પ઼કારની અણઘડ વ્યવસ્થાથી ખેડુતોને પિયતનુ પાણી મેળવવા આથિઁક ડામ ખમવો પડતો હોવાની વેદના સાથે ગામડાના ખેડુતોઍ સ્થાનિક મામલતદાર અને ચુંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવી પોતાની વેદના ઠાલવી હતી.

- text

આવેદનપત્રમા જણાવ્યા પ઼માણે લિફ્ટ ઈરીગેશન પધ્ધતિથી ખેડુતોને લાભ થવાના બદલે નુકશાન વધુ થાય છે.તેમની રજુઆત મુજબ પિયતનુ પાણી જયા પહોચે છે.તે કુંડીથી ખેતરનુ અંતર મીનીમમ બે થી સાડાત્રણ કિ.મી.જેટલુ છે.તેમજ પિયતના કમાન્ડ ઍરીયામા ગામડાની ૨૧૨ હેકટર જમીન આવેલી છે.આ વિસ્તારમા આવેલા જમીન ખેડતા ખેડુતો માંડ ૭ થી ૮ વિઘા જમીન ધરાવે છે.ઍકપણ મોટો ખાતેદાર નથી.તેથી નાના ખેડુતને પિયતનુ પાણી મેળવવા ઈંધણ ઉપરાંત લાંબી પાઈપ લાઈનનો ખચઁ પરવડે તેમ નથી.પરિણામે ખેતરમા જીવની જેમ જતન કરેલા મોલને પાણીના પોષણના અભાવે નજર સામે મુરજાતો જોઈ જગના તાતની આંતરડી કકડે છે.

જેથી આ વિસ્તારમા સાડા ત્રણ દાયકાથી ચાલતી જુની પધ્ધતિ ફરી ચાલુ કરાય તેવી માંગણી લાંબા સમયથી કરાયી છે.પરંતુ જવાબદાર તંત્ર કાન દેતુ નથી.ત્યારે ગામડાના ખેડુતોઍ તંત્રનો કાન આમળવાનો ખરો સમય પારખી તાકિદે ખેડુતોની વ્યાજબી માંગણીનો સ્વિકાર નહી થાય તો આગામી વિધાનસભા ચુંટણીમા મતદાનનો બહિષ્કાર કરવાની આવેદનપત્રમા ચિમકી ઉચારી હતી.ઉલેખનિય છેકે,પંથકમા ચુંટણી ટાણે જ તંત્ર પાસેથી કામ કઢાવી શકાતુ હોવાનુ મગજમા ઠસી ગયુ હોય ઍમ ઍક પછી ઍક ગામડા મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છે.

અત્યાર સુધીમા બહિષ્કાર કરનારા ગામડા
ટંકારા તાલુકાના ગજડી ગામે પખવાડીયા પહેલા પિવાના પાણીના વિકટ પ઼શ્ર્ને કંટાળીને મતદાનનો બહિષ્કાર કયોઁ હતો.ચાર દિવસ પહેલા તાલુકાના વિરવાવના આંબેડકરનગર વાસીઑઍ ૨૫ વષઁથી કનડતા રોડ,રસ્તા મામલે મતદાન નહી કરવાની સામુહિક ચિમકી ઉચારી હતી.ત્યા સોમવારે વધુ ઍક ગામડુ સરાયાના ખેડુતોઍ સમગ્ર ગામડુ પિયતના પાણી મામલે મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી આપી હતી. હાલ, ચુંટણી કામમા અતિ વ્યસ્ત તંત્ર સામે બહિષ્કારના પડકારો આવતા રૂટીન કામગીરીમા નવી વ્યાધિ-ઉપાધી કરાવે છે.

- text