મોરબી તાલુકા પોલીસ દ્વારા બીએસએફ સ્થાપના દિવસ ઉજવાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા બીએસએફ જવાનો સાથે બીએસએફ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાલ વિધાનસભા ચૂંટણીને પગલે બીએસએફના જવાનો મોરબી જિલ્લામાં ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે ત્યારે મોરબી તાલુકા પોલીસ દ્વારા બીએસએફ સ્થાપના દિવસ મનાવવામા આવ્યો હતો.

- text

આ પ્રસંગે મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ, તાલુકા પીએસઆઈ એસ.એ.ગોહીલ,પીએસઆઈ એન.જે.રાણા, પીએસઆઈ એ.એમ.રાવલ, પીએસઆઈ એ.વી.ગોંડલીયા , પીએસઆઈ આર.એ.જાડેજા સહીત ના તાલકા પોલીસ ના સ્ટાફે હાજર રહી અને બીએસએફ સ્થાપના દિવસની કેક કાપી ઉજવણી કરી હતી.
મોરબી તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા આ તકે તમામ બીએસએફ જવાનોની શહાદત અને વીરતાને બીરદાવી હતી અને કાર્યક્રમના અંતે તમામ પોલીસકર્મીઓએ સમુહ ભોજન કર્યુ હતુ.

 

- text