એલ.ઇ.કોલેજના પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ચીજ-વસ્તુઓનું વિતરણ

- text


મોરબી: મોરબી એલ.ઇ.કોલેજ ના પટેલ સોશ્યલગ્રુપ દ્વારા ગરીબ, જરૂરિયાતમંદ લિકીને કપડાં, રમકડાં, ગરમ કપડાં સહિતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલ. ઇ. કોલેજના પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા દરવર્ષે દિવાળીના દિવસો દરમિયાન શહેરના જુદા-જુદા વિસ્તારમાં ફરી લોકો પાસેથી બિન જરૂરી ચીજ વસ્તુઓ એકત્રિત કરવામાં આવે છે અને બાદમાં આ ચીજ વસ્તુઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.

- text

તાજેતરમાં પટેલ સોશ્યલ ગ્રુપના મેમ્બરો દ્વારા આ વર્ષે એકત્રિત કરવામાં આવેલ ચીજવસ્તુઓ જેવી કે કપડા, સ્વેટર, રમકડાં સહિતની ચીજવસ્તુઓ ગરીબ વિસ્તારના સ્ત્રી, પુરુષો, બાળકોને વિતરણ કરવામાં આવી હતી.

- text