ગૌવંશનું જતન કરતું ટંકારાનું અનોખું ગામ લખધીરગઢ

લખધીરગઢમાં ઘેર-ઘેર આંગણાની શોભા વધારે છે ગાડી અને ગાયમાતા

ટંકારા: ટંકારા તાલુકા મથકની બાજુમા બે કિમી દુર માત્ર ખોબા જેવડુ નાનકડુ લખધીરગઢ નામનુ ગામડુ વસેલુ છે.ગામડાની સધ્ધરતા એટલી છે કે,જેટલા પરિવાર વસે છે.તેના લગભગ ૯૮ ટકા પરીવારના આંગણે ચાર પૈડા વાળી મોટરકાર રૂપી ફરવાનુ સાધન છે.અને દરેક ઘરના આંગણે ગૌમાતા પણ ગાડીથી વધુ મહત્વની માની પાળવામા આવે છે. જેથી આ ગામમાં ગાડી સાથે ગાય એક જ ફળીયામા જોવા મળે છે.

આજના આધુનિક યુગમાં પણ ટંકારા તાલુકાના પડખામા વસેલુ નાનકડુ ખોબા જેવડુ લખધીરગઢ ગામ એક એવુ અનોખું ગામ છે કે, જ્યા સમયની સાથે તાલ મિલાવીને લોકો ગાડી વાળા તો થઇ ગયા છે. પરંતુ સાથે ગાયમાતાને ભૂલ્યા નથી ગાયને ગૌમાતા તરીકે પુજવામા આવે છે.અને તેનું જતન પણ ગામના દરેક પરીવાર દ્વારા કરવામા આવે છે. આજે પણ અહિયા ગામડાના વડીલો દ્વારા યુવાનો અર્વાચીન સમય સાથે ભલે કદમ મિલાવે પણ પ઼ાચીન સંસ્કૃતિ,ધમઁ,સંસ્કારોથી વિચલીત ન થાય તે માટે તેમજ ખાસ કરીને લગ્ન કરીને લખધીરગઢ ગામમાં સાસરે આવતી યુવતીઓને સંસ્કારના પાઠ ભણાવવામાં આવે છેે.અને એટલે જ તો આજે દરેક ઘરમાં ગાડી સાથે દરેક આંગણે ગાય પણ જોવા મળે છેે.

ગામના પાદરમાંથી દોડતી આવતી ગંગા, જમના, રમા, હંસા, ક્રિષ્ના, કંચન, કાવેરીને જોઇને હર કોઇના હૈયામાંથી આશ્ર્ચયઁની આહ નિકળ્યા વિના રહેતી નથી. મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના વસેલુ પાટીદારોની મહતમ વસ્તી ધરાવતુ લખધીરગઢ ગામના લોકો ગૌમાતાનું લાલન પાલન સેવા સમજીને નહી પરંતુ ફરજ સમજીને કરવાની વડવાઓની પરંપરાને આજે પણ બરાબરની નિભાવે છે.

ખોબા જેવડા ગામડાની વસ્તી માંડ ૧૨૦૦ જેવી છે. ગામમાં એકસો જેટલા પરીવારો વસે છે.પરીવારદીઠ લગભગ ચાર પૈડા વાળુ સુખ સાહ્યબીનુ વાહન ગામડાની સમૃધ્ધિની ચાડી ખાય છે.ગામડાના લોકો સમૃધ્ધિ પાછળ ગૌમાતાની આંગણામા થતી સેવા થકી ઘરમાં  સમૃધ્ધી આવતી હોવાનુ દઢ પણે માને છે.આ માન્યતા વંશ પરંપરાગત છે.
જાણી ને આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે લખધીર ગઢના ચોરામા ભગવાન સાથે રાષ્ટ્રવિરોને સ્થાન   આપવામાં આવ્યું છે,મોરબી અને ટંકારાના રાજવી લખધીરસિંહ બાપુએ આ ગામડુ વસાવેલુ હોવાથી લખધીરગઢથી ઑળખાય છે.

રજવાડાએ તે સમયે ગામડાની વચ્ચે બાંધેલ રામજી મંદિરના ચોરામા ભગવાનની સાથે જ રાષ્ટ્ર હિત માટે લડનારા રાષ્ટ્રના વિર સપુતો મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, શિવાજી, મહારાણા પ્રતાપ,ચંદૃશેખર આઝાદ,ભગતસિંહ,સુખરામ સહિતના વીર પુરૂષોના ફોટો મંદિરમાં તસવીર રૂપે રખાયા છે. તેઓની પણ સવાર સાંજ ભગવાનની સાથો-સાથ સેવા પુજા કરવામાં આવે છે,જેથી આજના યુવા ધનમા રાષ્ટ્રની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનારા મહાપુરૂષો હ્યદયમાથી કયારેય વિસરે નહી તેવા ઉદેશથી બિરાજમાન કરાયાનુ કહેવાય છે.