ટંકારા : ખરાબ રોડ-રસ્તા પ્રશ્ને ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

રોડ નહી તો વોટ નહિ : ચૂંટણીનો કાયમી બહિષ્કાર કરતા ગ્રામજનો

ટંકારા : ટંકારાના જયનગર રોહિશાળા અને સાવડીના રોડ રસ્તા પ્રશ્ને લોકોએ ચૂટણીનો કાયમી બહિષ્કાર કરતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના જયનગર સાવડી થી રોહીશાળા ના રોડ બાબતે આગામી નહીં પણ બધીજ ચુંટણી નો બહિષ્કાર કરવાની ચીમકી લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે, છેલ્લા ૨૫ વર્ષ નો પ્રશ્ર હલ કરવામાં કોઈ ને રસ ન હોવાથી લોકોએ આ ચીમકી ઉચ્ચારી છે.

ટંકારા ના જયનગર સાવડી થી રોહીશાળા નો રોડ નવો બનાવવાની માગણી સાથે ગામ લોકો આજે તાલુકા મથકે ધસી દ્વારા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે લેખીત રજુઆત કરી છે આ રજૂઆત મા જણાવ્યું હતું કે શક્તિ નગર અને વિરવાવ ના આંબેડકર નગર ના રહેવાસીઓ બિસ્માર હાલતમાં રહેલા રસ્તા થી તોબા પોકારી ઉઠયા છે અને આ રોડ પર પસાર થતી વખતે જીવનું જોખમ રહેલુ છે જેની જાણ જીલ્લા તંત્ર થી લઈને પ્રજા સેવક ધારાસભ્ય ને પણ કરી હોવા છતાં ૨૫ વર્ષ જેટલો સમય વિતી ગયો છે અને હજુ કોઈ રોડ બન્યા નથી.

જેથી લગત તંત્ર દ્વારા અહી કામ માટે મેટલ પણ પાથરી છે અને બોર્ડ લગાવી ચાલતી પકડી હોય ભ્રષ્ટાચાર થયા નો આરોપ લગાવ્યો હતો.

રોજીંદા અપડાઉન અને માંદગી વખતે 108ની સેવા પણ કલાકે મળે તો વરસાદ થયે ચોરાસી નો ફેરો ફરી તાલુકા મથકે જવુ પડે છે જેની રાવ કરી હતી
જો આ પ્રશ્ર ને તાકીદે હલ નહીં થાય તો આગામી નહીં પણ બધીજ ચુંટણી નો બહિષ્કાર કરવાની ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવતા સ્થાનિક તંત્ર મુશ્કેલીમાં મુકાયું હતું.