મોરબીમાં બળદને બદલે બાઇક જોડી બનાવતી તલની સાની

- text


રાજસ્થાની કૈલાશભાઈ ગજ્જર લોકોને આધુનિક ઘાણીમાં બનાવી આપે છે તલની સાની

મોરબી : કદાચ આજની નવી પેઢીના શહેરી બાળકોને તલની સાની શુ કહેવાય એ ખબર પણ નહીં હોય અને સાની કેમ બને એ પણ ખ્યાલ નહિ હોય ! પરંતુ મોરબીના સ્વાદ શોખનો માટે રાજસ્થાની કારીગરે લાઈવ ઘાણામાં તલની સાની બનાવી દેવા નવો પ્રયોગ કરી આધુનિક ઘાણી શરૂ કરી છે અને નવાઈ ની વાત એ છે કે આ ઘાણીમાં બળદની જગ્યાએ બાઇક જોડવામાં આવે છે.

મોરબીના સનાળા રોડ પર આજકાલ દેશી તલની સાની બનાવવા માટે રાજસ્થાની કારીગરે શરૂ કરેલ આધુનિક ઘાણી આકર્ષણનું કેન્દ્ર બની છે, રાજસ્થાનથી આવેલા કૈલાશભાઈ ગજ્જરે અસલ જુનવાણી ઘાણી બનાવી છે જેમાં જીવદયાના ઉદેશ્યને નજર સમક્ષ રાખી ઘણીમાં બળદ ને બદલે બાઈકને જોડી તલની સાની બનાવવમાં આવી રહી છે.

- text

ખાસ કરીને શિયાળાની મોસમમાં આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે વિવિધ પાકો આરોગવાની પરંપરા છે જેમાં તલની સાની ને શિયાળામાં ઉત્તમ માનવમાં આવે છે ત્યારે મોરબીમાં લાઈવ તલની સાની બનાવવાના આ પ્રયોગને લોકો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

છેલ્લા બે વર્ષથી મોરબીમાં તલની સાની બનાવી વેચાણ કરવાનો ધંધો કરતા કૈલાશભાઈ ગજ્જરે કહ્યું હતું કે આ ઘાણીમાં તલને ખાંડણીમાં ખાંડવામાં આવે છે અને બાદમાં તેમાં ગોળનું મિશ્રણ કરી સાની તૈયાર કરવામાં આવે છે તેઓ મકર સંક્રાંતિ સુધી મોરબીમાં મુકામ કરી રોજી રોટી કમાશે.

- text