મોરબીના વોર્ડનં ૧૩ના દલિત વિસ્તારોમાં ભાજપને પ્રવેશબંધી

- text


દલિત વિસ્તારમાં ભાજપના આગેવાનોને પ્રવેશવું નહિ તેવા બોર્ડ લાગ્યા

મોરબી: વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ લોકોનો ગુસ્સો ભડકીને બહાર આવી રહ્યો છે બે દિવસ પૂર્વે મોરબીની શિવ સોસાયટીના રહીશોએ મતદાનનો બહિષ્કાર કર્યા બાદ હવે વોર્ડ નંબર ૧૩ ના દલિત વિસ્તારોમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધી ફરમાવતા બોર્ડ લાગતા માહોલ ગરમાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આગામી વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ મોકો જોઈ નાગરિકો નેતાઓના નાક દબાવવા મક્કમ બન્યા છે અને ભૂતકાળમાં કરેલા વાયદાઓ યાદ કરાવી વિકાસના નામે અ સુવિધા જ મળી હોય ચૂંટણી સમયે બરાબરનો દાવ લઈ રહ્યા છે.

આજે મોરબીના વોર્ડ નંબર ૧૩ના દલિત વિસ્તારોમાં લોકોએ મોટા-મોટા બોર્ડ લગાવ્યા છે જેમાં જણાવાયું છે કે વોર્ડ નંબર ૧૩ માં ભાજપનું શાસન છે,પ્રમુખ ઉપપ્રમુખ આ વિસ્તારના છે છતાં રોડ, ગટર જેવા પ્રાથમિક કામો થયા નથી.

- text

આ સંજોગોમાં વોર્ડ નંબર ૧૩ના દલિત વિસ્તારના લોકોએ સ્વયંભૂ વિરોધ કરી ભાજપના નેતાઓએ આ વિસ્તારમાં આવવું નહિ તેવા બોર્ડ લગાવી પ્રવેશબંધી ફરમાવતા બેનરો લગાવ્યા છે.

 

- text