લજાઈના સિંચાઈ કર્મચારીને ચાર-ચાર વર્ષથી પેન્શન ન મળતા આત્મવિલોપનની ચીમકી

૨૧ ડિસેમ્બર સુધીમાં પેન્શન પ્રશ્ન નહિ ઉકેલાય તો મોત વ્હાલું કરવાની ચીમકી

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગમે રહેતા અને મચ્છુ-૧ સિંચાઈ યોજનામાં ફરજ બજાવી ચાર વર્ષ પહેલાં નિવૃત થયેલા વાલજીભાઈ રૈયાણીને પેન્શન મળવાનું શરૂ ન થતા અનેક રજૂઆતો બાદ થાકી હારી હવે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારતા ચકચાર જાગી છે.

જાણવા મળ્યા મુજબ મોરબી જિલ્લામાં મચ્છુ-૧ સિંચાઈ યોજનમાં ફરજ બજાવી ૩૧-૭-૨૦૧૩ ના રોજ નિવૃત થયેલ લજાઈના વાલજીભાઈ પરસોત્તમભાઈ રૈયાણી ને નિવૃત્તિના ચાર ચાર વર્ષ બાદ પણ પેન્શન આપવામાં ણ આવતા સરકારમાં અનેક રજૂઆતો કરી હતી.

પરંતુ આમ છતાં તેમની રજુઆત સરકારના બહેરા કને અથડાતા અંતે હવે તેઓએ મોરબી જિલ્લા કલેકટરને આખરીનામું આપતી રજુઆત કરી છે અને જો આગામી ૨૧ ડિસેમ્બર સુધીમાં તેમનો પેન્શન પ્રશ્ન નહિ ઉકેલાય તો આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચરતા ખળભળાટ મચી ગયો છે.

હોવી જોવું એ રહ્યું કે નિભંર સરકાર પેન્શન પ્રશ્ને મોત વ્હાલું કરવા સુધીનું પગલું ભરવાની જાહેરાત કરનાર કર્મચારીની લાગણી સાંજે છે કે કેમ.