મોરબી એ ડિવિઝન પીઆઇ સોનારાની અચાનક બદલી

- text


મોરબી : મોરબીમાં કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા સીટી એ ડિવિઝન પીઆઇ બી.પી.સોનારાની આજે અચાનક જ બદલી કરવાનો હુકમ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં ત્રણેક માસ પૂર્વે સીટી એ-ડીવીઝન પોલીસ મથકના પીઆઇ તરીકે મુકાયેલા પીઆઇ બી.પી.સોનારાની મોડી સાંજે બદલી અંગે નો હુકમ આવતા મોરબીમાં તરેહ-તરેહની ચર્ચાઓ ઉઠી છે.

તાજેતરમાં પાસ આગેવાનને ભાજપ અગ્રણી દ્વારા ફડાકા મારવામાં આવતા આ પ્રકરણમાં એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધવા ને બદલે માત્ર અરજી લેતા પીઆઇ સોનારાની બદલી કરવા ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત થઈ હતી ત્યારે આજે અચાનક જ ગાંધીનગરથી તેમની બદલી અંગે નો હુકમ થતા ચકચાર જાગી છે.

- text

ઉલ્લેખનીય છેવકે આ અગાઉ મોરબી ફરજ બજાવી ગયેલા પીઆઇ બી.પી.સોનારાને પાટીદાર અનામત આંદોલન નડી ગયું હતું અને ફરી પાસ નો મુદો નડ્યા નું મનાઈ રહ્યું છે.

- text