ટંકારાના વીરવાવ ગામેથી રૂ.1,18,800નો દારૂનો જથ્થા ઝડપાયો

ટંકારા : જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર આર.ટી.વ્યાસ ને ટંકારા તાલુકા ના વીરવાવ ગામે એક વાડી ની ઓરડીમા વિદેશી દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી ના આધારે સ્ટાફ સાથે વીરવાવ ગામે જઈ ઓરડી ચેક કરતા ઓરડી માંથી રૂપીયા 1,18,800 ના કિંમત ની જુદી જુદી બ્રાન્ડ ની 369 નંગ વિદેશી દારૂની બોટલો સાથે આરોપી રવીરાજસિંહ રણજીતસિંહ જાડેજા ઉ.વ.24 રહે.વીરવાવ તા.ટંકારા જી.મોરબી મળી આવતા એલસીબી ઈન્ચાર્જ પીઆઈ આર.ટી.વ્યાસે એક ની ધરપકડ કરી હતી જ્યારે બીજો આરોપી તેનો ભાગીદાર હોય એલસીબી પોલીસે ભાગીદાર ચંદ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા રહે.વીરવાવ તા.ટંકારા જી.મોરબી વાળાની શોધખોળ હાથ ધરી છે. જેમા આ માલ ક્યાથી આવ્યો અને કોને આપ્યો તેની સગન પુછપરછ કરતા આ અંગ્રેજી દારૂનો જથ્થો આરોપીને રાજકોટ નો ફીરીયો સંધી આપી ગયા હોવાની કબુલાત આપતા એલસીબી પોલીસે રાજકોટ ના ફિરીયા સંધીને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.