મારવાડી કોલેજના વરદાન ફાઉન્ડેશન દ્વારા ગરીબોને ધાબળા વિતરણ

- text


ટંકારા: મારવાડી કોલેજ ખાતે સમાજલક્ષી પ્રવુતિઓ કરતા વરદાન ફોઉન્ડેશનના સભ્યો નિયમિત ધોરણે સમાજસેવાના આયોજન કરે છે જે અંતર્ગત ફોઉન્ડેશનના સભ્યો દ્વારા તાજેતરમાં ઠંડીની ઋતુને અનુલક્ષીને ગરીબ પરિવારોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ તાજેતરમાં વરદાન ફોઉન્ડેશનના સભ્યોએ મારવાડી યુનિવર્સિટીના પ્રાંગણમાં યુનિવર્સિટીના B.sc કેમિસ્ટ્રી વિભાગના આર્થિક સહકારથી શિયાળાની ઋતુને અનુલક્ષીને શ્રમજીવીઓને આશરે ૫૦ થી પણ વધુ ધાબળાઓનું વિતરણ કરાયું હતું.

- text

વરદાન ફોઉન્ડેશન દ્વારા આ પૂર્વે પણ શ્રમજીવીઓ માટે નિયમિત પણે ચિકિત્સા કેમ્પ જાગૃકતા કાર્યક્રમો યોજાય છે કે જેમાં અભિનય દ્વારા તેમને સામાજિક સંદેશ પોંહચાડવામાં આવે છે. આ ઉપરાંત બાળશિક્ષણ , બાળસભા, કૃષિ યોગદાન, આધુનિકીકરણ, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો પણ સમાંતરે યોજાતા હોય છે.

ફોઉનડશન દ્વારા થતી આ પ્રકારની સામાજિક પ્રવુતિઓમાં ફાઉન્ડર વર્ષ જેસલમેરીયા અને કો- ફાઉન્ડર દર્શન સાલુંકે તથા ડો.અમરપ્રીતસિંહ અરોરાનો અનન્ય ફાળો રહ્યો છે.

- text