મોરબી ચૂંટણી ઇફેક્ટ : પાલિકાના આઠ સદસ્યો પુનઃ કોંગ્રેસનો હાથ પકડ્યો

- text


ચૂંટણી ટાંકણે જ કોંગ્રેસનો હાથ મજબૂત આવનાર દિવસોમાં પાલિકામાં સતા પરિવર્તનના સંકેત

મોરબી:મોરબીમાં ગઈકાલે રાજકીય ભૂકંપ આવ્યો છે,મોરબી નગર પાલિકામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત બાદ કોંગ્રેસ છોડી વિકાસ અમિટી અને બાદમાં ભાજપને ટેકો આપનાર આઠ સદસ્યો ચૂંટણી ટાઈમે જ કોંગ્રેસની પુનઃ હાથ પકડી લેતા આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થવાની સાથે આવનાર દિવસોમાં પાલિકામાં સતા પરિવર્તનના એંધાણો મળી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણી કેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ મોરબીના રાજકારણ માં ભરશિયાળે ગરમાવો આવતો જોવા મળી રહ્યો છે ગઈકાલે કોંગ્રેસના નારાજ સભ્ય કિશોર ચીખલીયાએ અપક્ષ ભરેલી ઉમેદવારી પાછી ખેંચવાની સાથે અન્ય બે અપક્ષ ઉમેદવારોએ કોંગ્રેસના સમર્થનમાં ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા બાદ ગત રાત્રીના કોંગ્રેસના ચૂંટાયેલા આઠ નગર પાલિકા સદસ્યોએ બ્રિજેશ મેરજને સમર્થન આપી પુનઃ કોંગ્રેસમાં પ્રવેશ મેળવી આગામી ચૂંટણીના કામે લાગી ગયા હતા.

- text

વધુમાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ કાવરે જણાવ્યું હતું કે ભાવિક ગીરીશભાઈ ઘેલાણી, ચંદ્રવદનભાઈ પૂજારના ધર્મપત્ની તેમેજ મહેશ રાજ્યગુરુના ધર્મ પત્ની સહિતના નગરપાલિકા સદસ્યોએ પુનઃ કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો છે અને તમામ પાલિકા સદસ્યો કોંગ્રેસને જીત મળે તે માટે કામે લાગી ગયા છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ચૂંટણી સમયે જ કોંગ્રેસમાં પ્રવેશ કરી આઠ નગર પાલિકા સદસ્યોએ ભાજપની ઉઘ હરામ કરી છે કારણ કે આવનાર દિવસોમાં પાલિકામાં ફરી સતા પરિવર્તન થશે અને કોંગ્રેસના સદસ્યો ફરી કોંગ્રેસમાં આવી જતા પાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે.

- text