મોરબી : અદાલત શા માટે? છાત્રોએ ન્યાયાલયની મુલાકાત લીધી

- text


મોરબી : તારીખ 23 નવેમ્બર 2017 ને બુધવારના રોજ સાર્થક વિદ્યામંદિરના ધોરણ – 7 ના 115 જેટલા વિદ્યાર્થીઓની અદાલતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત લેવાનો હેતુ ધોરણ – 7 માં સામાજિક વિજ્ઞાનમાં આવતું પ્રકરણ “અદાલત શા માટે?” આ પ્રકરણ સમજાવવા માટે અદાલતની મુલાકાત કરી હતી. ત્યાં અદાલતના એડિશનલ સિનિયર સિવિલ જજ દામોદરા સાહેબ(ઇન્ચાર્જ સેક્રેટરી) તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક એમ સેશન જજ રિજવાનાબેન ઘોઘા સાહેબ (અધ્યક્ષ જિલ્લા કાનુની સેવા સતા મંડળ)એ વિદ્યાર્થીઓને અલગ અલગ 5 કોર્ટની મુલાકાત કરાવી હતી જેમાં અમુક ચાલુ કોર્ટ દરમિયાન ચાલતા કેસ જોઈ વિદ્યાર્થીઓએ અલગ જ પ્રકારની અનુભૂતિ કરી હતી. તથા અન્ય કર્મચારીઓએ હમણાં મોરબીમાં નવી બનેલી ફેમિલી કોર્ટની મુલાકાત કરાવી હતી. તથા કોર્ટમાં ક્યાં પ્રકારના કામ કરવામાં આવે છે અને ક્યાં પ્રકારના કાર્ય માટે કોર્ટ મદદરૂપ થાય તે અંગે માહિતગાર કર્યા હતા અંતમાં વિદ્યાર્થીઓને દામોદરા સાહેબ અને તેમની ટીમ દ્વારા નાસ્તો કરાવ્યો હતો અને વિદ્યાર્થીઓ શાળાના સંસ્કાર મુજબ ભોજનમંત્ર બોલી નાસ્તો કર્યો હતો તે જોઈ કોર્ટના તમામ કર્મચારીઓ ખૂબ પ્રભાવિત થયા હતા. આ ન્યાયમંદિરની શૈક્ષણિક મુલાકાતને સફળ બનાવવા માટે જોડાયેલ તમામ ન્યાયમંદિરના કર્મચારીઓનો સાર્થક વિદ્યામંદિરના પ્રમુખશ્રી કે.આર.શુક્લસાહેબ આભાર વ્યક્ત કરે છે.

- text