ટંકારા બેઠક પર પાસ આગેવાનની ટિકિટ કપાતા દેકારો : હાર્દિક પટેલને આક્રમક રજુઆત કરવા આગેવાનો રવાના

- text


ટંકારા બેઠક પર કોંગ્રેસ મને ટિકિટ દેવા તૈયાર હોવા છતાં હાર્દિકની જીદ ના કારણે મારી ટિકિટ કપાય : મહેશ રાજકોટિયા

હળવદમાં પણ ટિકિટ ફાળવણી મુદ્દે પાટીદારોએ ચક્કાજામ કરી કોંગ્રેસ વિરુદ્ધ રોષ વ્યકત કર્યો

મોરબી : પાટીદાર અનામત આંદોલનથી પ્રભાવિત ગણાતા મોરબી જિલ્લામાં મોરબી અને ટંકારા બેઠક પર પાસ આગેવાનોએ કોંગ્રેસની ટિકિટ માંગી હતી. અને આ વિસ્તારોમાં પાસનું પ્રભુવત્વ જોતા મોરબી જિલ્લાની બેઠકો પર પાસ આગેવાનો કોંગ્રેસ ટિકિટ આપે તેવી અટકળો ચાલી હતી. પરંતુ મોડી રાતે કોંગ્રેસ જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં મોરબી જિલ્લાની પાટીદાર મતદાર પ્રભાવિત ટંકારા અને મોરબી બેઠક પર પાસના આગેવાનોની બાદબાકી થતા સ્થાનિક પાસ આગેવાનોમાં રોષની લાગણી ફેલાઇ છે.
આ અંગે ટંકારા પાસના આગેવાન મહેશ રાજકોટિયાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે મોરબી જિલ્લાની બેઠકો પર કોંગ્રેસે સ્થાનિક પાસ આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવારો જાહેર કર્યા છે. તેમેજ ટંકારા બેઠક પર મને કોંગ્રેસ ટિકિટ આપવા તૈયાર હતું. એક દિવસ પહેલા મારુ નામ ફાઇનલ હતું પરંતું હાર્દિક પટેલે જીદ કરી ને ટંકારા બેઠક પર મારી જગ્યાએ લલિત કગથરાને ટિકિટ આપવી છે. જે અયોગ્ય છે. માટે અમે હાલ હાર્દિક પટેલને આ અંગે રજુઆત કરવા જઈ રહ્યા છે. અને આ બાબતે હાર્દિકને આક્રમક રજુઆત કરી ટંકારા બેઠક પર ઉમેદવાર બદલવાની માંગણી કરશું. જ્યારે મોરબી બેઠક માટે એક સમયે મોરબી જિલ્લા પાસ સમિતિના કન્વીનર અને હાર્દિકની કોર ટિમના સભ્ય મનોજ પનારાનું નામ ફાઇનલ ગણાતું હતું. અને આ અંગે મોરબીની સભામાં હાર્દિકે આડકતરો ઈશારો પણ કર્યો હતો. પરંતુ મનોજ પનારાની પણ ટિકિટ કપાઇ છે. જોકે આ મુદ્દે મનોજ પનારાની પ્રતિક્રિયા જાણવા મોરબી અપડેટએ પ્રયાસો કર્યા હતા. પણ મનોજ પનારાનો સંપર્ક થઈ શક્યો ન હતો. મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો પર પાસ આગેવાનોની જગ્યાએ પીઢ કોંગ્રેસ આગેવાનોની પસંદગી કરાઈ છે. જેના કારણે ચૂંટણી લડવા ઇચ્છુક પાસ આગેવાનો હાર્દિકને રજુઆત કરવા દોડી ગયા હતા.

- text

જ્યારે મોડી રાતે મળતી માહિતી મુજબ હળવદમાં પણ ટિકિટ ફાળવણી મુદ્દે પાટીદારોએ ચક્કાજામ કરી કોંગ્રેસ વિરુદ્ધ રોષ વ્યકત કર્યો હતો.

- text