અંતે મોરબીમાં કાંતિલાલ અમૃતીયાને ઉમેદવાર તરીકે જાહેર કરતુ ભાજપ

- text


કાંતિલાલે વાજતે ગાજતે મોરબી ઉમેદવારી ફોર્મ ભર્યું

મોરબી : મોરબી જિલ્લાના ત્રણ બેઠકો માંથી મોરબી સિવાયની બેઠક પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યા હતા. જયારે મોરબીની બેઠક પર ભાજપે કોંગ્રેસના ઉમેદવાર ડીક્લેર થયા બાદ ઉમેદવાર જાહેર કરવાની નીતિ અપનાવી હતી. અને અંતે ભાજપે મોરબી બેઠક પર સતત પાંચ ટર્મ પર વિજય થતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાને રિપીટ કરી સત્તાવાર રીતે આજે સવારે તેમના નામની જાહેરાત કરી હતી. અને જાહેરાત બાદ તરત જ કાંતિલાલે વાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. અને ભાજપના ડામી ઉમેદવાર તરીકે કાંતિલાલના પત્ની જયોત્સનાબેનનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. ફોર્મ ભરવાની સાથે કાંતિલાલે તેમને ટિકિટ આપવા બદલ ભાજપનો આભાર વ્યકત કરી જંગી લીડથી વિજય થવાનો દાવોકાર્યો હતો.

- text