મોરબી એસઓજી ટીમે વિદેશી સિગારેટ વેચનાર વેપારીને ઝડપી લીધો

- text


૧૭ વર્ષથી નાસતા ફરતા આરોઈને જામનગરથી ઝડપી લેતી એસઓજી ટીમ

મોરબી:અત્યાર સુધી વિદેશી દારૂ પકડતી પોલીસે હોવી વિદેશી સિગારેટ વેંચતા લોકોને પકડવાનું શરૂ કર્યું છે!!! મોરબી એસઓજી ટીમે ગઈકાલે શહેરના એક વેપારીને વિદેશી બનાવટની સિગારેટના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી પીઆઇ એસ.એન.સાટી ની સૂચનાથી ગઈકાલે પીએસઆઇ ગોહિલ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે પરાબજાર વિસ્તારમાં આવેલ આરાધના નામની પાન બીડીની હોલસેલ દુકાન માંથી ઇન્ડોનેશિયાની બનાવટની સિગારેટ ગુડાંગ ગરમ બોક્સ નંગ-૩ કિંમત રૂપિયા ૧૦૫૦૦ તથા ડિઝારમ બ્લેક બોક્સ નંગ-૫૩ કિંમત રૂપિયા ૨૬૫૦૦ મળી કુલ સિગારેટ બોક્સ નંગ-૬૦ કિંમત રૂપિયા ૩૭૦૦૦ બિલ કે અઢાર પુરાવા વગર માલી આવતા જપ્ત કરી દુકાન માલિક અશોકભાઈ ઝવેરચંદભાઈ પોપટ, રે.પ્રાણ નગર-૨,નીલકંઠ વિદ્યાલય પાછળ રવાપર રોડ મોરબી વાળાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ ઉપરાંત એસઓજી ટીમે છેલ્લા ૧૭ વર્ષથી મોરબી સીટી એ ડિવિઝનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ખેલશંકર નંદલાલ ત્રિવેદીને જામનગરથી ઝડપી લઈ એ ડિવિઝન પોલીસ હવાલે કર્યા હતા.

આ સફળ કામગીરી એસઓજી પીએસઆઇ બી.ટી.ગોહિલ , એ.એસ.આઈ.અનિલભાઈ ભટ્ટ, હેડ કોન્સ્ટેબલ શંકરભાઇ ડોડીયા સાહિતનાઓએ કરી હતી.

- text