- text
ટંકારામાં લલિત કગથરા,મોરબી-માળીયામાં બ્રિજેશ મેરજા અને વાંકાનેરમાં પીરઝાદા ફાઇનલ
મોરબી:એઆઇસીસી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબકકા માટે કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરી છે જે અન્વયે મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે.
- text
કોંગ્રેસની સતાવાર યાદી મુજબ મોરબી-માળીયા બેઠક માટે બ્રિજેશ મેરજા, ટંકારા બેઠક માટે લલિત કગથરા અને વાંકાનેર બેઠક માટે મહમદ જાવીદ પીરઝાદાના નામ ઉપર પસંદગીની મહોર મારતા આવતીકાલથી કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારીપત્રો ભરશે.
- text