હળવદના રાણેકપર ખાતે ગોલતર પરિવાર દ્વારા યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

- text


તા.23થી થશે પ્રારંભઃ 24મીએ રાસ-ગરબાની જામશે રમઝટ

હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામે ગોલતર પરિવાર દ્વારા આયોજિત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા.23થી પ્રારંભ થશે જેમાં પ.પૂ.મહંત ઘનશ્યામપુરીજી બાપુ ખાસ ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવશે.

હળવદ નજીક આવેલ રાણેકપર ગામે ગોલતર પરિવાર આયોજિત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા.23થી 25 સુધી ઉજવાશે.જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો તા.23થી પ્રારંભ થશે જેમાં તા.24મીએ ગુજરાતી ફિલ્મ સ્ટાર અને ગાયક રાજદિપ બારોટ તથા ટહુકતી કોયલ વનીતાબેન બરોટ આ કાર્યક્રમમાં રાસ-ગરબાની રમઝટ બોલાવશે.

આ ભવ્યાતિભવ્ય મહોત્સવમાં ઝાલાવાડના, લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી, લખતર, સાયલા, ચુડી તેમજ મોરબી જિલ્લામાંથી ભાવિકો પધારશે.

રાણેકપર ગામે યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આઈમાતા જાનુઆઈ (ખોડિયારધામ-ગુંદાળા) તેમજ માનુંઆઈ (મોગલધામ-ખીજડીયા) ભાવિક ભકતોને આર્શિવચન પાઠવશે.

- text

આગામી તા.23ના ગુરૂવારે રાણેકપર ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં માંડવા રોપાણથી પ્રારંભ થશે.જેમાં જુદા જુદા કાર્યક્રમો યોજાશે અને ત્યારબાદ તા.25ના શનિવારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ થશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોલતર પરિવાર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે ઉપરાંત મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- text