હળવદની મંદબુધ્ધી શાળા ખાતે જન્મ દિવસની ઉજવણી કરતા ઠાકોર સમાજના અગ્રણી

- text


હળવદ: હળવદની નવજીવન વિકલાંગ સેવાશ્રયમાં મંદબુધ્ધીના બાળકોની શાળામાં જઈ ઠાકોર સમાજના અગ્રણી દ્વારા મંદબુધ્ધીના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી બાળકોને ફ્રુટ તેમજ નોટબુક, પેન સહિત શિક્ષણકીટ આપી હતી.

હળવદ તાલુકાના ઠાકોર સમાજ અગ્રણી પપ્પુભાઈ ઠાકોરએ જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે હળવદ-માળિયા હાઈવે પર આવેલ નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે મંદબુધ્ધીના બાળકો સાથે સમય વિતાવવી અનોખી ઉજવણી કરી હતી.

હળવદની નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે 25 જેટલા બાળકો અહીં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે જેમાં બહેરાશ, મુંગા અને દિવ્યાંગ બાળકો અહીં તમામ સવલત સાથે શાંતિમય વાતાવરણ વચ્ચે રહી એક અલભ્ય અનુભૂતિ ધરાવે છે. તો સાથોસાથ હળવદ-ધ્રાંગધ્રા તાલુકામાંથી મોટા ભાગના લોકો નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે ખાસ જન્મ દિવસ ઉજવવા માટે અહીં આવી વિકલાંગ બાળકો સાથે સારો એવો સમય પસાર કરતા હોય છે તેવું ટ્રસ્ટી જીતેન્દ્ર જોશીએ જણાવ્યું હતુ.

- text

આ અંગે નવજીવન વિકલાંગ સેવાશ્રયના ગૃહપતિ વિજયભાઈ જોષીએ જણાવ્યું કે 1991થી આ સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કાર્ય કરી રહી છે જેવી ઈન્કલુઝીવ એજયુકેશન, કિલકિલાટ મંદબુધ્ધીની શાળા, મંદબુધ્ધીની હોસ્ટેલ તેમજ દિવ્યાંગ પ્રચાર પ્રસાર કેન્દ્ર યોજના વગેરે ચલાવી રહી છે.

- text