આજે બૉલીવુડ એક્ટ્રેસ અમિષા પટેલના હસ્તે આગામી સિરામિક એક્સપોનું બ્રોસર લોન્ચ થશે

- text


વાઈબ્રન્ટ સિરામિક એક્સપોને મળેલી અભૂતપૂર્વ સફળતાને પગલે વર્ષ ૨૦૧૮ ના આયોજનની અત્યારથી તૈયારી

ગાંધીનગર : વાઈબ્રન્ટ સિરામિક સમીટના ત્રીજા દિવસે મુલાકાતીઓના અભૂતપૂર્વ ધસારા વચ્ચે બૉલીવુડ એક્ટ્રેસ અમિષા પટેલ આજે એક્સપોમાં ખાસ હાજરી આપશે અને તેમના હસ્તે આગામી વાઇબ્રન્ટ સિરામિક સમિટ-૨૦૧૮ ના બ્રોસરનું લોન્ચિંગ કરવામાં આવશે.

મોરબી સિરામિક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન દ્વારા વર્ષ ૨૦૧૬માં મોરબીની સિરામિક પ્રોડક્ટને ગ્લોબલ માર્કેટ પૂરું પાડવા અમદાવાદ ખાતેથી વાઈબ્રન્ટ સિરામિક સમિટનો પ્રારંભ કરાતા પ્રથમ વર્ષે જ દેશ અને વિદેશના બાયરો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સપડતા આ વર્ષે ગાંધીનગર એક્ઝિબિશન સેન્ટર ખાતે ચાર દિવસીય વાઈબ્રન્ટ સિરામિક સમિટ-૨૦૧૭ યોજવામાં આવી છે જેને ગતવર્ષ કરતા ચારગણો વધુ પ્રતિસાદ મળ્યો છે અને હજારોની સંખ્યામાં વિશ્વના 85 કરતા વધુ દેશોમાંથી બાયર્સ મહેમાન બન્યા છે અને મોરબીના સિરામિક ઉદ્યોગના હિતમાં અનેકવિધ એમઓયુ પણ સાઈન થયા છે.

- text

દરમિયાન આજે વાઈબ્રન્ટ સિરામિક એક્સપોના ત્રીજા દિવસે બૉલીવુડ એક્ટ્રેસ અમિષા પટેલ ખાસ મહેમાન બની આવી રહ્યા છે. જેમના હસ્તે આગામી વર્ષે યોજાનાર વાઈબ્રન્ટ સીરામીક સમિટ-૨૦૧૮ ના બ્રોસરનું લોન્ચિંગ કરાશે.

આગામી વર્ષે યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક સમિટ-૨૦૧૮ અંગે મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ સર્વશ્રી કે.જી.કુંડારીયા, નિલેશભાઈ જેતપરિયા, પ્રફુલભાઈ દેત્રોજા, કિરીટભાઈ પટેલ અને ઓકટાગોન કોમ્યુનિકેશનના સંદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રથમ અને બીજા વાઈબ્રન્ટ એક્સપોને મળેલી અનેરી સફળતા જોતા મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝના હિતમાં આગામી વર્ષે આ વર્ષ કરતા પણ જોરદાર એક્સ્પો યોજવા નક્કી કર્યું છે અને આગામી વાઈબ્રન્ટ સિરામિક સમિટ-૨૦૧૮નું સ્થળ અને તારીખો આજે સાંજે જાહેર કરવામાં આવશે.

- text