વાઇબ્રન્ટ સીરામીક : ઇન્ટિરિયર ડિઝાઈનર અને આર્કિટેક્ટ સંસ્થા સાથે મહત્વનો સેમિનાર યોજાયો

- text


ટાઇલ્સના ઉપયોગ અને જરૂરી ઇનોવેશન બાબતે મહત્વની ચર્ચા થઇ

ગાંધીનગર : વાઈબ્રન્ટ સમિટમાં આજે મોરબી સિરામિક એસોસિએશન અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઈન્ટીરિયર ડેકોરેટર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ અને અસોસીએટેડ આર્કિટેક્ટ પ્રાઇવેટ લિમિટેડ સાથે મહત્વપૂર્ણ બાબતોને લઈ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં સીરામીક ઇડસ્ટ્રીઝ માટે મહત્વની ટિપ્સ આપવમાં આવી હતી.

વાઇબ્રન્ટ સીરામીક એક્સ્પોમાં મોરબી સિરામિક એસોસિએશનના હોદેદારો સાથે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઈન્ટીરિયર ડેકોરેટર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ અને અસોસીએટેડ આર્કિટેક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની ત્રણ સંસ્થાના ૨૫ મેમ્બરો અને આર્કિટેક્ટ તથા ઇન્ટીરીયર ડિઝાઈનિંગ ક્ષેત્રે અભ્યાસ કરતા ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ સાથે સેમિનાર યોજવામાં આવ્યો હતો.

- text

આ સેમિનારમાં ઇન્ટિરિયર ડિઝાઇનરો અને આર્કિટેક્ટ દ્વારા સિરામિક પ્રોડકટનો તેઓ કઈ રીતે ઉપયોગ કરે છે અને આવનાર ભવિષ્યમાં કેવી-કેવી ડિઝાઇન અને પ્રોડક્ટમાં કેવા નવા-નવા ઇનોવેશન કરવા જોઈએ તે અંગેની મહત્વપૂર્ણ જાણકારી મોરબી સિરામિક એસોસિએશનને આપી હતી.

આ ઉપરાંત ત્રણેય સંસ્થાઓ દ્વારા સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે ખાસ પ્રેઝન્ટેશન પણ રજુ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઈન્ટીરિયર ડેકોરેટ સંસ્થા નેશનલ લેવલે કામગીરી કરે છે અને આ સંસ્થા સાથે ૮૦૦૦ જેટલા સભ્યો જોડાયેલા છે અને સંસ્થા દેશમાં ૩૦ શાખા ધરાવે છે.
જ્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ અને અસોસીએટેડ આર્કિટેક્ટ પ્રાઇવેટ લિમિટેડ બન્ને સંગઠનો ગુજરાત રાજ્યમાં ટોચની નામના ધરાવે છે.

- text