મોરબી : શનાળા બાયપાસ પાસે બે કાર સામસામે અથડાઈ : 3ને ઇજા

સત્કાર પાર્ટી પ્લોટ પાસે આવેલ સુરજ રેસ્ટોરન્ટ સામે બે કાર વચ્ચે સર્જાયો અકસામત

મોરબી : શનાળા બાયપાસ નજીક સત્કાર પાર્ટીપ્લૉટ પાસે આવેલ સુરજ રેસ્ટોરન્ટ સામે એસ્ન્ટ કાર નંબર GJ 03 CE 9601 અને ઈટીઓસ કાર નંબર GJ 10 BG 0717 સામ સામે અથડાતા એસન્ટ કાર ચાલક ભાવેશ કાસુન્દ્રા ઉ.વ.25 મુળ નેસડા હાલ મોરબીવાળા ને ઈજાઓ પોહચી હતી. જ્યારે કચ્છ તરફ થી આવતી ઈટીઓસ કાર મા બેઠેલા ભાવેશ સવજી નાથાણી ઉ.વ.35 રહે.દયાપર જી.કચ્છભુજ વાળા ત્થા નવીનભાઈ મોહનભાઈ પોકાર ઉ.વ.37 રહે.દયાપર વાળા ને પણ ઈજાઓ પોહચી હતી. ત્રણેય ઈજાગ્રસ્તો ને સારવાર અર્થે ક્રિષ્ના હોસ્પીટલ મા ખસેડવામા આવ્યા છે જેમા કચ્છ તરફ થી આવતા ઈજાગ્રસ્ત બંન્ને યુવાનો રાજકોટ તરફ જઈ રહ્યા હોય અને એસન્ટકાર ચાલક નવલખી ફાટક તરફ જઈ રહ્યા હોય કોઈ એક કાર ચાલકે કાબુ ગુમાવતા બંન્ને કાર વચ્ચે ટક્કર થતા કાર નો કચ્ચરઘાણ બોલી ગયો હતો જો કે હાલ સુધી કોઈ બનાવ અંગે પોલીસ ફરીયાદ થઈ નથી પરંતુ પોલીસ ને જાણ કરાઈ હોવાનુ જાણવા મળ્યુ છે.