વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પોમાં છવાઈ ક્રેસ્ટોના સિરામિકની વીટ્રીફાઇડ ટાઇલ્સ

 

ગાંધીનગર : મોરબીના સીરામીક જગતમાં અલગ ઓળખ ધરાવતી ક્રેસ્ટોના સીરામીક ડબલ ચાર્જ અને ફૂલ બોડી વિટરીફાઈડ ટાઇલ્સ વાઇબ્રન્ટ સીરામીક એક્સ્પોમાં ગ્રાહકોમાં અનેરી ચાહના મેળવી છે. વાઈબ્રન્ટ સિરામિક સમીટના પ્રથમ દિવસે જ સેંકડો ગ્રાહકોએ ક્રેસ્ટોના ગેલેરીની મુલાકાત લીધી હતી.
વાઈબ્રન્ટ સિરામિક સમીટમાં પ્રથમ વર્ષે ૨ કરોડથી વધુનો વેપાર વાણિજ્ય મેળવનાર ક્રેસ્ટોના સીરામીક પોતાની સપાર્કલ વ્હાઈટ પ્રોડક્ટને લઈ ખૂબ જ ફેમસ બની છે.
ક્રેસ્ટોના ગ્રુપ ઓફ કંપનીના નેજ હેઠળ હાલ માર્કગોલ્ડ, લાઇકોસ અને સ્પેન્ટિકા સહિતની કંપનીઓની ટાઇલ્સ ખાસ કરીને સાઉથના રાજ્યોમાં વિશેષ ડિમાન્ડ ધરાવે છે.

વાઈબ્રન્ટ સીરામીક સમિટ ૨૦૧૭ માં ક્રેસ્ટોના ગ્રુપને ૧૦થી ૧૫ કરોડના વેપાર વાણિજ્યની આશા વચ્ચે કંપનીના હરેશભાઇ બોપલીયા, પરેશભાઈ દેત્રોજા, હિતેશભાઈ પટેલ, રવિન્દ્ર પટેલ, વિશાલ પટેલ અને જયેશ પટેલ સહિતના ડાયરેકટરો જહેમત ઉઠાવી રહ્યા છે.