વાઈબ્રન્ટ સીરામીક : મોરબીમાં સ્પેન અને પોલેન્ડ સીરામીક ઇન્સ્ટિટ્યૂટ લેબોરેટરી સ્થાપશે

- text


સ્પેન-પોલેન્ડની મુલાકાતની ફલશ્રુતિ : મોરબી સીરામીક એસોસિએશનને મળી મોટી આંતરરાષ્ટ્રીય સફળતા

ગાંધીનગર : વાઈબ્રન્ટ સીરામીક એક્સપોના પ્રમોશન માટે સ્પેન,પોલેન્ડના દેશોના સિરામિક સાથે જોડાયેલી સંસ્થાના અધિકારીઓ સાથે મોરબી સિરામિક એસો. વાઈબ્રન્ટ સીરામીક સમિટમાં મોરબી ખાતે સ્પેન અને પોલેન્ડની વિખ્યાત ઇન્સ્ટિટ્યૂટ મોરબીમાં ટેક્નિકલ લેબ ખોલવાની દરખાસ્તને મંજૂરી આપી એમઓયુ કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાઈબ્રન્ટ સીરામીક સમીટના બીજા દિવસે મીરબીના સીરામીક ઉદ્યોગ માટે ખુશીના સમાચાર મળ્યા છે કારણ કે સ્પેન અને પોલેન્ડે મોરબી ખાતે અદ્યતન સીરામીક લેબ ખોલવા એમઓયુ કર્યા છે જેને પગકે હોવી મોરબીમાં ઉત્પાદન થતી ટાઇલ્સ અને સેનેટરીવેર્સ પ્રોડક્ટ ઇન્ટરનેશનલ અને યુરોપિયન સ્ટાન્ડર્ડ મુજબ નિર્માણ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે સમિટ અગાઉ મોરબીના ડેલીગેશને સ્પેનના કેસ્ટેલીયોનમાં સ્પેન યુનીવઁસીટીમાં આવેલ સંશોધન સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નિકલ ઓફ સીરામીકની મુલાકાત લીધી હતી આ સંસ્થા સીરેમીકમાં સંશોધન કરે છે અને બહુ જુની અને પ્રતિષ્ઠિત સંસ્થા છે.

- text

મોરબી સીરામીક એસોસિએશનએ અહીં વિગતવાર માહીતી મેળવી. તેની વિશાળ લેબોલેટરીની મુલાકાત લીધી હતી ત્યાના વૈજ્ઞાનિક મેડમ મારીયાએ સરસ અને વિસ્તૃત માહીતી આપી હતી મોરબીમાં લેબ બનાવીને યુરોપીયન મુજબની સ્ટાન્ડર્ડ માટે સર્ટીફીકેટ આપવાની દરખાસ્ત કરવામાં આવી. જેની તેઓએ તૈયારી બતાવી હતી અને આજે સમિટના બીજા દિવસે લેબ સ્થાપના માટેના એમઓયુ સાઈન થયા હતા.

વધુમાં વાઈબ્રન્ટ સીરામીક એકઝીબીશનમા સ્પેનથી એક સ્પીકર પણ આવ્યા હતા આ ડેલીગેશન સાથે મોરબી સીરામીક એસોસિએશનના કે.જી. કુંડારીયા અને નિલેશભાઈ જેતપરીયા સહિતના સભ્યોએ મહત્વપૂર્ણ એમઓયુ સાઈન કર્યા હતા.

આમ,વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પોની ફલશ્રુતિ રૂપે મોરબીના સીરામીક ઉદ્યોગને બહુ મોટો ફાયદો મળ્યો છે અને આવનાર દિવસોમાં મોરબીની સીરામીક પ્રોડક્ટ યુરોપિયન કન્ટ્રીમાં ધૂમ મચાવશે.

- text