વાઈબ્રન્ટ સીરામીકનો બીજો દિવસ : બાયરો અને વિઝીટરોનો ધસારો

- text


પ્રથમ દિવસે જ દેશ-વિદેશના ૨૫ હજાર લોકોએ મુલાકાત લીધી : વિવિધ દેશો સાથે એમઓયુ પણ થયા

ગાંધીનગર:ગાંધીનગર ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ સીરામીક સમીટમાં પ્રથમ દિવસે ૨૫ હજારથી વધુ મુલાકાતીઓએ સમિટની મુલાકાત લીધા બાદ બીજા દિવસે પણ દેશ-વિદેશના બાયર્સ અને મુલાકાતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે અને અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.

મોરબી સિરામીક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન આયોજિત વાઈબ્રન્ટ સિરામિક સમિટ-૨૦૧૭ નો ગઈકાલે દબદબાભેર પ્રારંભ થતાની સાથે જ તમિલનાડુ,મહારાષ્ટ્ર,કર્ણાટક,દિલ્હી,પંજાબ સહિતના રાજ્યોમાંથી ડિલર્સ,ડિસ્ટ્રીબ્યુટર્સ અને બાયર્સ ઉમટી પડ્યા હતા અને એક્સપોના આજે બીજા દિવસે સવારથી જ એક્સપોમાં મોટી સંખ્યામાં દેશ વિદેશના મુલાકાતીઓ અને બાયર્સ ઉપરાંત વિદેશી ડેલીગેટર્સની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી રહી છે.

- text

ગાંધીનગરના ટાઉન હોલ નજીક આવેલા એક્ઝિબિશન સેન્ટરના વિશાળ ગ્રાઉન્ડમાં ૧૩ સંપૂર્ણપણે વતાનુકૂલિત જાયન્ટ ડોમ ઉભા કરાયા છે જેમાં મોરબીના જુદા-જુદા ૨૭૪ સીરામીક ઉદ્યોગકારો દ્વારા પોતાની અવનવી પ્રોડક્ટ ડિસ્પ્લે કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વાઈબ્રન્ટ સમિટના પ્રથમ દિવસે જ સીરામીક ઉદ્યોગકારોને બાયર્સ તરફથી જબરો પ્રતિસાદ સાંપડ્યો હતો અને આજે પણ વિઝીટરોનો ધસારો જોતા આયોજકો દ્વારા એક્સપોને ખૂબ જ મોટી સફળતા મળી હોવાનું જણાવાઈ રહ્યું છે.

- text