ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો-૨૦૧૭ ના પ્રારંભનું કાઉન્ટ ડાઉન શરૂ

- text


વાઈબ્રન્ટ સમિટમાં મોરબી શહેરના અદભુત માહોલનો મનમોહક નજારો : તમામ એન્ટ્રીગેટ નહેરુ ગેટ જેવા!!

ગાંધીનગર : આજથી ગાંધીનગરમાં શરૂ થનાર વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો-૨૦૧૭નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ગણતરીની કલાકોમાં બૉલીવુડ સ્ટાર જેકીશ્રોફ સમિટ સ્થળે આવતા જ રંગારંગ કાર્યક્રમ સાથે એક્સપોનો દબદબા ભેર પ્રારંભ થશે.

આજથી ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સિરામિક એક્સપોનો શુભારંભ થવા જઈ રહ્યો છે,ગાંધીનગર ટાઉનહોલની બાજુમાં વિશાળ જગ્યામાં એક્ઝિબિશન સેન્ટર ખાતે આબેહુબ મોરબીના મહોલની થીમ વચ્ચે તમામ વાઈબ્રન્ટ સીરામીક સમિટની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને વિઝિટરો મોટી સંખ્યામાં સમિટની મુલાકાતે આવી પહોંચ્યા છે.

- text

દરમીયાન વાઈબ્રન્ટ સમિટના તમામ પ્રવેશદ્વારને મોરબીના પ્રસિદ્ધ નહેરુગેટનો લૂક આપવામાં આવ્યો છે અને એક્સપોમાં અંદર પણ મોરબીની પ્રતિકૃતિઓ ઉભી કરવામાં આવતા સમિટમાં મોરબી છવાઈ ગયું છે.

મોરબીના સિરામિક ઉદ્યોગને વિશ્વ ફલક પર મુકવા યોજયેલ વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૭ને સફળ બનાવવા મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ કે.જી.કુંડારીયા, નિલેશભાઈ જેતપરિયા તેમેજ નરેન્દ્ર પટેલ, ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલ સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આજથી ગાંધીનગર ખાતે શરૂ થયેલ વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો-૨૦૧૭ની પળે-પળની હલચલ આપના સુધી પહોંચાડવા મોરબી અપડેટની ટીમ ગાંધીનગરથી એક્સપોનું રાઉન્ડ ધ ક્લોક કવરેજ કરી રહી છે.

- text