મોરબીમાં પીઆઇ સોનારાની બદલી મુદ્દે કોંગ્રેસ-આહીર સમાજ વચ્ચે સમાધાન

- text


આહીર જ્ઞાતિના આગેવાનો સાથે કોંગ્રેસ અગ્રણીઓની સુખદ બેઠક

મોરબી : કોંગ્રેસ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ બી.પી.સોનારાની બદલી કરવા ચૂંટણીપંચને રજુઆત કરવામાં આવતા આ મુદ્દે છેલ્લા બે દિવસથી આહીર સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા ઉઠેલા વિરોધ વંટોળ વચ્ચે કોંગ્રેસી આગેવાનો અને આહીર સમાજના અગ્રણીઓ વચ્ચે યોજાયેલ બેઠકમાં આ મામલાનો સુખદ અંત આવ્યો હતો.

બે દિવસ પૂર્વે પાસના કાર્યકર અને ભાજપ આગેવાનો વચ્ચે ચકમક ઝરતા આ મુદ્દે પોલીસે ફરિયાદ લેવાને બદલે અરજી લેતા કોંગ્રેસના આગેવાન લલિત કગથરા, બ્રિજેશ મેરજા અને કિશોર ચીખલીયાએ પીઆઇ સોનારા ભાજપ પ્રત્યે કુણું વલણ ધરાવતા હોવાનો આક્ષેપ કરી ચૂંટણીપંચ સમક્ષ બદલી કરવા રજુઆત કરતા આ મામલે ગરમાયો હતો અને મોરબી શહેરના વેપારી મંડળોથી લઈ આહીર સમાજના અગ્રણીઓ અને આહીર વસ્તી ધરાવતા ગામે-ગામથી પીઆઇ સોનારાની બદલી નહિ કરવા રજૂઆતો કરવાની સાથે-સાથે કોંગી આગેવાનોને પ્રવેશબંધી કરવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી.

- text

ત્યારે કોંગ્રેસ આગેવાન લલિત કગથરા, બ્રિજેશ મેરજા અને કિશોર ચીખલીયાએ આહીર સમાજના અગ્રણી અમુભાઈ રાણાભાઈ હૂંબલ, ઉગાભાઈ સુખાભાઈ રાઠોડ, નારણભાઈ હરિભાઈ નાગડાવાસ, વસંતભાઈ રાણાભાઈ રાઠોડ, કાળુભાઇ પોલાભાઈ ચાવડા, રમેશભાઈ ડાંગર, ધર્મેન્દ્રભાઈ બકુત્રા, દેવદાનભાઈ જેસિંગભાઈ ડાંગર વગેરે સાથે રૂબરૂ મળી આ બાબતમાં જ્ઞાતિવાદનો કોઈ મુદ્દો જ ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
વધુમાં આ પ્રકરણમાં કોંગ્રેસ દ્વારા જ્ઞાતિવાદની કોઈ વાત જ ન હોવાનું સ્પષ્ટતા કરતા અને આ મુદ્દે હવે કોઈ રજુુઆત કરવામાં નહીં આવે અને હવે કોઈ જ કાર્યવાહી કરવાની થતી ન હોય સુખદ સમાધાન થયું હતું.

 

- text