વાઇબ્રન્ટ સિરામિક એક્સ્પો : ઓમાન ચેમ્બર ઓફ કોમર્સ અને મોરબી સિરામિક એસો.વચ્ચે મહત્વના એમઓયુ

વાઈબ્રન્ટ સમિટમાં ઓમાન સાથે એમઓયુ સાથે શ્રી ગણેશ

ગાંધીનગર : આજથી શરૂ થયેલા વાઈબ્રન્ટ સીરામીક સમિટમાં ભારત અને ઓમાન વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યા છે જે અંતર્ગત ઓમાન હવે મોરબીની ટાઇલ્સ ખરીદી કરશે અને બન્ને દેશો મોરબીની ટાઇલ્સ અને સેનેટરી ઉત્પાદનોનું પ્રમોશન પણ કરશે.

ગાંધીનગર ખાતે આજથી શરૂ થયેલ વાઈબ્રન્ટ સીરામીક એક્સ્પો-૨૦૧૭ અંતર્ગત અનેક પ્રકારના એમઓયુ થનાર છે ત્યારે ઉદ્ઘાટન સમારોહ ભારતીય ટાઇલ્સ અને સેનેટરીવેર્સ ઉત્પાદનોના સૌથી મોટા બાયર ગણાતા ગલ્ફ કન્ટ્રીના દેશો પૈકી આજે મોરબી સિરામિક એસોસિએશન અને ઓમાન વચ્ચે મહત્વના એમઓયુ કરવામાં આવ્યા હતા.

એમઓયુ મુજબ ઓમાન દ્વારા આગામી સમયમાં હવે મોરબીની ટાઇલ્સ અને સેનેટરીવેર્સ પ્રોડક્ટના ઉત્પાદનો ખરીદવામાં આવશે જેમાં મોરબી સિરામિક એસોસિએશન તમામ બાબતોમાં મધ્યસ્થી કરશે અને ગુણવત્તાથી લઈ તમામ પ્રકારની સ્ટાન્ડર્ડ, સ્પેસિફિકેશન મુજબ ઉચ્ચતમ ક્વોલિટી પ્રોડક્ટ મોરબીના સીરામીક યુનિટો પુરી પાડશે.

આ ઉપરાંત ઓમાન પણ મોરબીના ઉત્પાદકોને નવા ડિલર્સ, ડિસ્ટ્રીબ્યુટરના વેરીફિકેશથી લઈ તમામ બાબતોમાં સહકાર આપશે તેમજ મોરબીની સીરામીક પ્રોડકટનું પણ પ્રમોશન કરશે.

આમ,આજે વાઈબ્રન્ટ સીરામીક સીરામીક એક્સ્પો-૨૦૧૭ના પ્રારંભે મોરબી સિરામિક એસોસિએશન વચ્ચે એમઓયુના શ્રી ગણેશ થયા હતા.