વાઇબ્રન્ટ સિરામિક એક્ષપોના ઉદ્દઘાટન સમારોહનો એક્સક્લુઝિવ તસવીરો સાથેનો અહેવાલ

અભિનેતા જેકી શ્રોફની હાજરીમાં વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પોનો ધમાકેદાર પ્રારંભ

ગાંધીનગર: આજે ગુરુવારે ગાંધીનગરના એક્ઝિબિશન સેન્ટર ખાતે વાઈબ્રન્ટ સિરામિક સમીટનો બૉલીવુડ સ્ટાર જેકી શ્રોફ અને વિદેશી મહેમાનોની ઉપસ્થિતિમાં ધમાકેદાર પ્રારંભ થયો હતો.

ગાંધીનગર ખાતે આજથી શરૂ થયેલા વાઈબ્રન્ટ સીરામીક એક્સપોમાં રીબીન કાપી દીપ પ્રાગટય બાદ વિધિવત બૉલીવુડ સ્ટાર જેકી શ્રોફના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ તકે મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ કે.જી.કુંડારીયા, નિલેશભાઇ જેતપરિયા અને પ્રફુલભાઈ દેત્રોજા, કિરીટ પટેલ સહિતના આગેવાનોએ ગુજરાતની પરંપરા મુજબ શાલ,ચંદરવો અને બાંધણીના સાફાથી તેમને આવકારી બહુમાન આપવામાં આવ્યું હતું.
ઉદ્ધાટન સમારોહમાં વાઈબ્રન્ટ સીરામીક સમિટ તરફથી જુદી-જુદી પેજ કેટેગરીના એવોર્ડની જાહેરાત કરી મોરબીની પાંચ કંપનીઓને એવોર્ડ જાહેર કરાયા હતા.
દરમિયાન ઉદ્દઘાટક જેકી શ્રોફે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં મોરબી સીરામીક ઉધોગ આવનારી પેઢીને ધ્યાને લઇ માટી, ઉર્જા અને પાણીનો યોગ્ય ઉપયોગ કરી વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરે તેમ જણાવ્યું હતું.

વાઇબ્રન્ટ સીરામીક એક્સપોના ઉદ્ઘાટન સમારોહની એક્સકલુઝિવ તસવીરો જુઓ..