મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે વધુ ૨૮ ફોર્મ ઉપડયા

- text


મોરબી બેઠક માટે જેન્તીભાઈ જેરાજભાઈ, બેચરભાઈ હોથી, પાસના મનોજ પનારા સાહિતનાઓ ઉમેદવારી ફોર્મ લઇ ગયા

મોરબી:મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં ઉમેદવારીપત્રો ભરવાના બીજા દિવસે પણ એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી,જો કે બીજા દિવસે ૨૮ ઉમેદવારીપત્રકો ઉપડ્યા હતા જેમાં કોંગી અગ્રણીઓ અને બસપા તથા પાસના આગેવાનોએ ફોર્મ મેળવ્યા હતા.
સતાવાર સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આગામી ૯ ડિસેમ્બરે યોજાનારી પ્રથમ તબબકની વિધાનસભા માટે તા.૧૪ થી ઉમેદવારીપત્રો ભરવાનું શરૂ થયુ છે જેમાં બે દિવસમાં એકપણ ઉમેદવારીપત્ર ભરાઈને પરત આવ્યું નથી પરંતુ બીજા દિવસે જિલ્લાની ત્રણ બેઠકોમાં કુલ મળી ૨૮ ઉમેદવારીપત્રકો પક્ષના અને અપક્ષ ઉમેદવારોએ મેળવ્યા હતા.

- text

મોરબી જિલ્લાની વિધાનસભા બેઠકો વાઇસ જોઈએ તો મોરબી-માળીયા બેઠકમાં બુધવારે ૧૭ ફોર્મ ઉપડ્યા હતા જેમા કોંગ્રેસના જેન્તીભાઈ જેરાજભાઈ, બેચરભાઈ હોથી અને પાસના મનોજભાઈ પનારા સહિત ૧૭ લોકોએ ઉમેદવારીપત્ર મેળવ્યા હતા. જ્યારે ટંકારા પડધરી બેઠકમાં નયન લાલજી અઘરાએ એક ફોર્મ ઉપાડ્યું હતું.

ઉપરાંત વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠકમાં ૧૦ ફોર્મ ઉપડ્યા હતા જેમાં કોંગ્રેસના ધારાસભ્ય મહમદ જાવીદ પીરઝાદાએ બે ફોર્મ, ઇરફાનભાઈ એહમદભાઈ પીરઝાદાએ બે ફોર્મ અને બલવંતચરણભાઈ રાઠોડે એક ફોર્મ સહિત ૧૦ ફોર્મ ગયા હતા.
આમ, ઉમેદવારીપત્રો ભરવાના બે દિવસ દરમિયાન મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં કુલ મળી ૪૭ ફોર્મ ઉપડયા છે પરંતુ એક પણ ઉમેદવારીપત્ર ભરાઈને પરત આવ્યું નથી.

- text