મોરબીમાં વધુ ૧૨ લાખની રોકડ ઝડપાઇ : એ-ડિવિઝન પોલીસની હેટ્રિક

અજંતા નજીક વાહન ચેકીંગ દરમિયાન અલ્ટોકારમાંથી રોકડ ઝડપાઇ

મોરબી : રાજકોટ-મોરબી હાઇવે ઉપર અજંતા નજીક એ ડિવિઝન પોલીસની ચેક પોસ્ટમાં ચેકીંગ દરમિયાન વધુ ૧૨ લાખની રોકડ સાથે પોલીસે યુવાનને ઝડપી લીધો હતો જો કે રોકડ અંગે યુવાન યોગ્ય ખુલાસો ન કરી શકતા આ મામલે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઇવે પર એ ડિવિઝન પોલીસ દ્વારા અજંતા ફેકટરી નજીક શરૂ કરાયેલ ચેક પોસ્ટમાં વાહન ચેકીંગ દરમિયાન મારુતિ અલ્ટોકારમાં ચેકીંગ કરવામાં આવતા જેતપરના પ્રવીણભાઈ ચતુરભાઈ ક્લોલા નામના યુવાન રૂપિયા ૧૨૦૦૦૦ની રોકડ સાથે નીકળતા પોલીસે પૂછપરછ કરી હતી પરંતુ યોગ્ય ખુલાસો ન કરી શકતા પોલીસે સમગ્ર મામલો ઇન્કમટેક્સ વિભાગને સોંપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મોરબી એ ડિવિઝન પોલીસે વાહન ચેકીંગ કરી રોકડ ઝડપી લેવાના કિસ્સામાં હેટ્રિક નોંધાવી છે એ દરમિયાન અગાઉના દશ લાખ રોકડા પકડવા મામલે પોલીસ તપાસ ચાલુ ચજે અને ૧૨ લાખ ૨૨ હજાર ૮૦૦ ની રોકડ મામલે કાર ચાલક યોગ્ય ખુલાસો ન કરી શકતા રોકડ જપ્ત કરવામાં આવી છે ત્યારે આજે ઝડપાયેલા ૧૨ લાખના કિસ્સામાં શુ તવાઈ આવે છે તે જોવું રહ્યું.