વાંકાનેરમાં મતદાન જન જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


મોરબી:ચૂંટણી પંચના સ્વીપ કાર્યક્રમ અંતર્ગત અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મોરબી શ્રી આઈ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ માં મતદાનની ટકાવારી વધે તેમજ મતદારોમાં જાગૃતિ આવે તેવા ઉદ્દેશ સાથે વાંકાનેરની શ્રીમતી આઈ.કે.સંધવી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે મતદાન જન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમા વિજેતા સ્પર્ધક વિદ્યાર્થીની બાળાઓને ઉપસ્થિત અધિકારીશ્રીઓ શિક્ષકોની ઉપસ્થિતીમાં પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સ્પર્ધાના કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી મોરબી શ્રી પી.વી.રાઠોડ તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text