મોરબીમાં બાળદિન નિમીતે ઓસેમ સ્કૂલમાં યોજાશે કાર્નિવલ

- text


મોરબી : ઓમશાન્તિ ગ્રુપ સંચાલિત ઓસેમ સ્કૂલ ખાતે આવતીકાલે 14 નવેમ્બર બાળદિન નિમિત્તે ઓસેમ કાર્નિવલ ૨૦૧૭નું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે.
બાળદિન નિમિત્તે આવતીકાલે 14 નવેમ્બરએ રાજકોટ-મોરબી હાઇવે પર ઓસમ કેેમ્પસ ખાતે ૫.૩૦ કલાકથી કાર્નિવલ ૨૦૧૭ શરૂ થશે જેમાં બાળકો અવનવી આઇટમો આગવી શૈલીમાં રજૂ કરશે.
આ અનોખા અંદાજમાં રજુ થનારા કાર્યક્રમ નિહાળવા સંસ્થા તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
બાળદિન નિમીતે યોજાનાર આ ખાસ કાર્યક્રમમાં ઓમશાન્તિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ,ઓમવિવિઆઈએમ કોલેજ,માસુમ વિદ્યાલય અને પાઠક સ્કૂલ સહિતની સંસ્થાઓ સહભાગી બની છે.

- text

- text