મોરબીની કોલેજોમાં પરીક્ષા શરૂ

- text


ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને તિલક કરી મો મીઠા કરાવી અભિવાદન કરાયું

મોરબી:શનિવારથી  સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પરીક્ષાનો બીજો તબક્કો શરૂ થતાં કોલેજોમાં પરિક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ઓમ વી.વી.આઈ.એમ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને તિલક કરી મો મીઠા કરાવાયા હતા.

- text

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શનિવારથી  પરીક્ષાઓ નો બીજો તબક્કો શરૂ થયો છે. જેમા બી.કોમ., બી.બી.એ., બી.સી.એ. બી.એ. સહીત ના અભ્યાસક્રમો ના પ્રથમ સેમેસ્ટર ની પરીક્ષાઓ લેવામા આવી રહી છે ત્યારે મોરબી ની ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજ દ્વારા એક્ક્ષટર્નલ તેમજ રેગ્યુલર વિદ્યાર્થીઓ ને તિલક કરી મિઠાઈથી મો મીઠું કરાવી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહીત કરવા મા આવ્યા હતા.
આ તકે સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંત ભાઈ પટેલ, પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયા સહીત નો સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યો હતો.  વિદ્યાર્થીઓ સારા ગુણ સાથે ઉતિર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવવામા આવી હતી.

- text