મોરબીના બંધુનગર નજીક હોટલમાંથી અફીણનો જથ્થો પકડાયો

- text


એસઓજી ટીમે ૨ કિલો ૬૦૦ગ્રામ અફીણ સાથે બે ને ઝડપ્યા

મોરબી:મોરબી એસઓજી પોલીસે બંધુનગર નજીક આવેલી હોટલમાંથી ૨ કિલો ૬૦૦ ગ્રામ અફીણના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લઈ એનડીપીએસ એકટ મુજબ તાલુકા પોલીસ મથકમાં ગુંન્હો નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જાણવા મળતી હકીકત મુજબ મોરબી એસઓજી પીઆઇ આર.ટી.વ્યાસને મળેલી બાતમીને આધારે બન્ધુનગર હાઇવે નજીક આવેલી હોટલ જમસરોવરમાં દરોડો પાડી હાલ બંધુનગરમાં રહેતા પરપ્રાંતીય શખ્સ શંકરલાલ ખીલેરીને ૨ કિલો ૬૦૦ ગ્રામ અફીણનો જથ્થો અને ૩૪૫૦૦ રોકડ,મોબાઈલ ફોન સહિત કુલ ૮૭૭૦૦ રૂપિયાના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
વધુમાં આ મામલે એસઓજી પીઆઇ આર.ટી.વ્યાસે ફરિયાદી બની તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ સહિતની ભારે કલમો સાથે ગુન્હો નોંધાવતા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text