વાઈબ્રન્ટ સીરામીક એક્સ્પો માટે મોરબીથી ખાસ હેલિકોપ્ટર સર્વિસ

- text


આગામી ૧૬મીથી મોરબી-ગાંધીનગર વચ્ચે રૂપિયા ૧૫૦૦૦ માં હેલિકોપ્ટરની સફર : બુકીંગ શરૂ

મોરબી : આગામી તારીખ ૧૬થી ગાંધીનગર ખાતે શરૂ થઈ રહેલા વાઈબ્રન્ટ સીરામીક સમિટ માટે ખાસ હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. માત્ર રૂપિયા ૧૫૦૦૦ માં મોરબીથી ગાંધીનગર પહોંચી શકાશે.

પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર ખાતે યોજાનાર મોરબી સીરામીક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન આયોજિત વાયબ્રન્ટ સીરામીક એક્સ્પો-૨૦૧૭ માટે મોરબીથી ગાંધીનગર જવા માટે ઉદ્યોગકારોની સુવિધા માટે મોરબી સરકીટ હાઉસથી સીધા ગાંધીનગર એક્સ્પો સ્થળે પહોંચવા રાજકોટની ખાનગી કંપનીની હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મોરબીથી ગાંધીનગર જવા માટે ૧૫૦૦૦ રૂપિયા ભાડું એક તરફનું રખાયું છે અને રિટર્ન ભાડું ૩૦૦૦૦ રૂપિયા નક્કી કરાયું છે.

વધુમાં વાઈબ્રન્ટ સીરામીક એક્સ્પો દરમિયાન દરરોજ બે વખત હેલિકોપ્ટર સવારથી સાંજ સુધીમાં આવન જાવન કરશે અને પ્રત્યેક ઉડાનમાં ૬ પેસેન્જરોને લઈ જશે કુલ મળી ૯૬ સીટ્સ અવેલેબલ છે. જેથી હેલિકોપ્ટર સેવાનો લાભ લેવા ઇચ્છતા ઉધોગકારો માટે અગાઉથી બુકીંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

- text

ઉલ્લેખનીય છે કે હેલિકોપ્ટર સેવા પૂરી પાડતી કંપની દ્વારા હેલિકોપ્ટરની સ્પોન્સરશિપ પણ ઓફર કરવામાં આવી છે જેની પાંચ લાખ રૂપિયા પ્રાઈઝ રાખવામાં આવી છે. સ્પોન્સર કંપનીને હેલિકોપ્ટરમાં અલગ અલગ જગ્યાએ પોતાની બ્રાન્ડનું બ્રાન્ડિંગ કરવા દેવામાં આવશે.
હેલિકોપ્ટર બુકીંગમાં વહેલા તે પહેલા ના ધોરણે એજન્સી પાસે ડાયરેકટ બુકીંગ કરવામાં આવનાર ટીકીટ માટે કંપનીના અધિકારી વિજયભાઇને ‭૯૦૯૯૯૦૯૬૫૫ નંબર ઉપર સંપર્ક કરવા વાયબ્રન્ટ સિરામીક એક્સપો-સમીટની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.

- text