મોરબીના વિશિપરામાં દાઉદ મિયાણાએ લખણ ઝળકાવી પરણીતાનું બાવડું પકડ્યું

- text


મોરબી:મોરબીના વિશિપરા વિસ્તારમાં દાઉદ મિયાણા નામના શખ્સે વાલ્મિકી પરણીતાનું બાવડું પકડી ઈજ્જત લૂંટવા પ્રયાસ કરતા ચકચાર જાગી છે આ મામલે બી ડિવિઝન પોલીસે ભારેખમ કલમો મુજબ ગુન્હો દાખલ કરી દાઉદને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા રેખાબેન માયુરભાઈ નામની અનુસૂચિત જાતિની પરણીતા ઘરે એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઇ આજ વિસ્તારમાં રહેતા દાઉદ મિયાણા નામના શખ્સે બદકામ કરવાના ઇરાદે પરિણીતાનું બાવડું પકડી પછાડી દઈ નિર્લજ્જ હુમલો કરતા આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
આ મામલે બી ડિવિઝન પોલીસે રેખાબેનની ફરિયાદના આધારે આઇપીસી કલમ ૩૫૪ અને એસ્ટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરી દાઉદ મિયાણાને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text