મોરબીમાં ૩૫૨ લીટર દેશીદારૂ સાથે સોનકીને ઝડપી લેતી એલસીબી

- text


મોરબી:મોરબીમાં દારૂ જુગારની બદી વિરુદ્ધ પોલીસે શરૂ કરેલી આકરી ઝુંબેશમાં એલસીબી પોલીસે કુખ્યાત સોનલ ઉર્ફે સોનકીને ૩૫૨ લીટર દેશી દારૂ સાથે ઝડપી લઈ બી ડિવિઝન પોલીસ હવાલે કરી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળીયા-વનાળિયા સોસાયટી વિસ્તારમાં દારૂના હાટડા ચલાવતી કુખ્યાત સોનલ ઉર્ફે સોનકીના અડ્ડા પર ગઈકાલે એલસીબી પોલીસ ત્રાટકી હતી અને દેશી બનાવટના ૩૫૨ લીટર દારૂ કિંમત રૂપિયા ૭૮૪૦ સાથે સોનકીને ઝડપી લીધી હતી.

વધુમાં આ મામલે એલસીબી સ્ટાફના સંજયભાઈ મૈયડે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી બની ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text