મોરબી : ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીંગ સ્ટાફ માટે તાલીમ વર્ગ યોજાયો

- text


ત્રણેય બેઠકોમાં ફરજ બજાવનાર કુલ-૨૦૧૦ અધિકારી કર્મચારીઓને ૧૬ નવેમ્બર સુધીમાં ચૂંટણી કામગીરીથી તાલીમબધ્ધ કરી દેવામાં આવશે

મોરબી : ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ નું પ્રથમ તબક્કાનું મતદાન તા.૦૯/૧૨/૨૦૧૭ ના રોજ થનાર છે. જેમા મોરબી જિલ્લાની ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર નો સમાવેશ થાય છે આ ત્રણેય બેઠકોમાં કુલ-૨૦૧૦ અધિકારી કર્મચારીઓને ફરજ બજાવશે જે પૈકી અંદાજે ૭૦૦ પોલીંગ સ્ટાફને આજે પ્રથમ તબક્કાની વી.સી.હાઈસ્કુલ મોરબી ખાતે ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી હવે પછી બાકીના અધિકારી કર્મચારીઓને તા.૧૬/૧૧/૨૦૧૭ સુધીમાં ક્રમવાર તાલીમ આપી દેવામાં આવશે. ચૂંટણી ફરજ બજાવનાર પોલીંગ સ્ટાફ ને મતદાનમાં ઉપયોગમાં લેવાનાર વિજાણુયંત્ર વીવીપેટ વોર્ટીગ મશીન નિદર્શન કરી તેમજ વિડીયો પ્રેઝન્ટશેન દ્વારા ચૂંટણી અધિકારીશ્રી શીવરાજસિંહ ખાચર દ્વારા વિસ્તૃત રીતે તાલીમ આપવામાં આવી હતી. તેમજ મતદાન મથકોમાં ચૂંટણી સંદર્ભે કરવાની થતી કામગીરીમાં સાવચેતી જાળવવા અંગે પણ વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ તાલીમ સેમીનારમાં ૬૫-મોરબી વિધાનસભા મત વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી વી.એસ.ધોળુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

- text

 

- text