મોરબી : નવલખી રોડ પર ચાલુ કાર અગનગોળો બની

- text


કારના માલીક અને ડ્રાઈવર નો આબાદ બચાવ થયો

મોરબી : મોરબીમાં છેલ્લા કેટલાક સમય થી કાર સળગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે સાંજે 4 :30 વાગ્યા ની આસપાસ સિરામીક ઉદ્યોગપતિ મૌલિકભાઈ પટેલ પીપળીયા ચોકડી થી મૉરબી તરફ તેની કાર સ્કૉડા રેપીડ નંબર જીજે 3 ઈએલ 8251મા પોતાના ડ્રાઈવર જાવેદ ખાન સાથે આવી રહ્યા હતા તે અરસામા બરવાળા- ખાખરાળા ગામની વચ્ચે તેની કારમા ધુંવાડા નીકળતા મૌલિકભાઈ એ ડ્રાઈવર જાવેદખાનને નીચે ઉતરી કારનુ બોનેટ ખોલી તપાસ કરવાનુ કહ્યુ। જે બોનેટ ખોલતા ડ્રાઈવરે અંદર આગ લાગી હોવાનુ કાર માલીક મૌલિકભાઈ ને જણાવતા બંન્ને કાર માંથી ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. અને જોત જોતા મા સ્કોડા રેપીડ કાર આગ મા બળી ને ભસ્મીભૂત થઈ ગઈ હતી. સિરામીક ઉદ્યોગપતિ મૌલીકભાઈની સતર્કતાથી જાન હાનિ ટળી હતી.

- text