મોરબી : પાસના આગેવાનોએ ધારાસભ્ય અમૃતિયા વિરુદ્ધ કરી ફરિયાદ

- text


મોરબી એ ડિવિઝન પોલીસે અરજી લઈ તપાસ શરૂ કરી

મોરબી : મોરબી રવાપર રોડ પર બાપાસિતારામ ચોકમાં ભાજપ અને પાસના આગેવાનો સામસામે આવી ગયા બાદ સર્જાયેલી ઝાપઝપીના મામલે પાસના આગેવાનો મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવા પોહચ્યા હતા. જ્યાં મોરબી જિલ્લા પાસ સમિતિના કન્વીનર મનોજ પનારાએ પાસના આગેવાન ટી.ડી.પટેલ પર ધારાસભ્ય અમૃતિયા અને ભાજપના આગેવાનોએ હુમલો કર્યાના આરોપ લગાવ્યા હતા.
મોટી સંખ્યામાં પાસના કાર્યકરો અને મનોજ પનારા સાથે પોલીસ મથકે પોહચી ટી.ડી.પટેલે તેના પર ધારાસભ્ય અમૃતિયા અને અન્ય ભાજપના લોકોએ હુમલો કર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની મોરબી એ ડિવિઝન પીઆઇ સોનારાને ફરિયાદ કરી હતી. આ મામલે હાલ પોલીસે સીધી એફઆઈઆર ફાળવાની જગ્યાએ ટી.ડી.પટેલની લેખિત અરજી લઈને આ ઘટનાની યોગ્ય તપાસ અને નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવું પોલીસેે જણાવ્યું હતું.

- text

 

- text