જીએસટી ઘટાડાના નિર્ણયને ફટાકડા ફોડી વધાવતું સિરામિક એસોસિએશન

- text


રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોકમાં મીઠાઈ વેચાઈ

મોરબી:આજે જીએસટી કાઉન્સિલ દ્વારા સિરામિક પ્રોડક્ટ પરનો જીએસટી ૨૮% થી ઘટાડી ૧૮%સ્લેબ હેઠળ લેવાનું જાહેર કરતા મોરબી સીરામીક એસોસિએશને આ નિર્ણયને હરખભેર વધાવી આતશબાજી કરી એક-મેકના મો મીઠા કરાવ્યા હતા.

જીએસટી અમલી બન્યા બાદથી ૨૮% નું ટેક્સ ભારણ સહન કરી રહેલા સીરામીક ઉધોગકારોએ આજે જીએસટી ઘટાડાનો નિર્ણય સાંભળતા જ ખુશીથી ઉછળી પડ્યા હતા અને રાત્રે રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં ભવ્ય આતશબાજી કરી હતી અને મીઠાઈ ખવડાવી મો મીઠા કર્યા હતા.  આ તકે જીએસટી ઘટાડાના નિર્ણયને આવકારવા મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, કિરીટભાઈ પટેલ, વેલજીભાઈ બોસ સહિતના એસોસિએશનના સભ્યો અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉપરાંત મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહીતના આગેવાનો પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

- text

ઉલ્લેખનીય છે કે જીએસટીના ભારે કરબોજને કારણે અનેક ઉદ્યોગો બંધ પડ્યા હતા અને એસોસિએશન દ્વારા સરકારમાં વખતો વખત રજુઆત પણ કરવામાં આવી હતી જેના ફળ સ્વરૂપ ધીરજ ના ફળ મીઠા ઉક્તિ મુજબ સીરામીક ઉદ્યોગકારોની માંગણી સંતોષાતા મોરબીના ઉદ્યોગપતિઓમાં અનેરી ખુશીનો માહોલ છવાયો છે.

- text