મોરબી-માળીયા તાલુકાના સિંચાઈ વિહોણા ગામોના તળાવો ડેમના પાણીથી ભરવા રજુઆત

- text


કોંગ્રેસ કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરિયા દ્વારા સિંચાઈ સચિવને રજુઆત

મોરબી : મોરબી જીલ્લાના મોરબી તાલુકા તેમજ માળિયા તાલુકાના એવા ગામો કે જેમને કોઈ પણ પ્રકારની સિંચાઈની સુવિધાઓ મળતી નથી તેવા અમુક ગામોમાં હયાત તળાવો આવેલ છે જયારે અમુક ગામો માં સીમ તળાવો પણ આવેલ છે જે ડેમોના પાણીથી ભરી દઈ ખેડૂતોને શિયાળુ પાકમાં ફાયદો આપવા રજુઆત કરવામાં આવી છે.
હાલ માં ગત ચોમાસાની સીઝનમાં ખુબ જ સારા વરસાદો થયેલ છે. મચ્છુ-૨ તેમજ મચ્છુ-૩ ડેમો ફૂલ ભરેલા છે.ત્યારે આ ડેમોના પાણીથી મોરબી-માળીયા પંથકના સિંચાઈ વિહોણા ગામોના તળાવો ભરવા કોંગ્રેસ અગ્રણી કાંતિલાલ બાવરવાએ રાજ્યના સિંચાઈ સચિવ સમક્ષ માંગણી ઉઠાવી છે.
આ ઉપરાંત મચ્છુ-૨ ડેમમાં તો નર્મદા કેનાલ દ્વારા પણ પાણી ભરવામાં આવી શકે તેમ છે. ત્યારે આ ગામો જેવા કે મોટા દહીંસરા, તરઘડી, નાનાભેલા, ભાવપર, સરવડ, મોટાભેલા, નાનીબરાર, મોટીબરાર, જસાપર, જાજાસર, બગસરા, વવાણિયા, લક્ષ્મીવાસ વગેરે તેમજ રાજપર, થોરાળા, ચાચાપર, ખાનપર, પંચાસર, બગથળા, માણેકવાડા, વાવડી, કાંતિપુર, મોડપર, વિરપરડા, કુંતાસી, બોડકી વગેરે અને આ વિસ્તારના અન્ય ગામોના તળાવો જો મચ્છુ-૨ના કે અન્ય લાગત ડેમોના પાણી થી ભરી આપવામાં આવે તો તળાવને લગત ખેતરો ધરાવતા ખેડૂતો શિયાળુ પાક વાવેતર કરી શકે તેમ છે.
તો આ બાબતને અગ્રીમતા આપી તાત્કાલિકના ધોરણે યોગ્ય નિર્ણય લઇને આ તળાવો ભરી આપવા અમારી માંગણી છે. તો આ બાબતે યોગ્ય કરવા વિનંતી.

- text

- text