મોરબી : બાપા સીતારામ ચોકમાં ભાજપ અને પાસ આગેવાનો સામસામે આવી ગયા

- text


બંને પક્ષે ગરમાંગરમી અને ઝપાઝપી થયાની ચર્ચા

મોરબી : આજે મોરબીના રવાપર રોડ પર બાપાસીતારામ ચોકમાં ભાજપ અને પાસના આગેવાનો સામસામે આવી ગયા હતા. અને બંને પક્ષે ગરમાંગરમી ઉપરાંત ઝાપઝપી અને ધોલધપાટ થયાની ચર્ચા થઈ રહી છે. હાલ મળતી માહિતી મુજબ આ ઘટના બાદ પોલીસ બાપાસીતારામ ચોકમાં પોહચી ટોળા વિખરી નાખ્યા હતા.
રવાપર રોડ બાપાસીતારામ ચોકમાં થતી ચર્ચાઓ મુજબ આતશબાજીના કાર્યક્રમ બાદ ભાજપના આગેવાન અને એક પાસના આગેવાન વચ્ચે બોલાચાલી થયા બાદ ફડાકા વારી થતા થોડીવાર ભારે અફડાતફડી મચી ગઇ હતી. આ ઘટના બાદ પાસના અન્ય આગેવાનો અને સેંકડો કાર્યકરો એકઠા થઇ ગયા હતા. અને બંને પક્ષે ગરમાંગરમી બાદ ઝપાઝપી અને ધોલધપાટ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જ્યારે બાપાસિતારામ ચોકમાં ટોળા એકઠા થાયની જાણ થતાં મોરબી પોલીસ ઘટના સ્થળે દોડી જઇ ટોળા વિખેરવા કાર્યવાહી હાથ ધરી હતી.
જો કે આ ચર્ચાસ્પદ ઘટનામાં હજુ સુધી બે માંથી એક પણ પક્ષે પોલીસ ફરિયાદ થઈ નથી.
જ્યારે આ ઘટના અંગે પાસના આગેવાન ટી.ડી.પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બાપાસિતારામ ચોકમાં આતશબાજી સમયે સામાન્ય બાબતે ધારાસભ્ય અમૃતિયાની હાજરીમાં ભાજપના લોકોએ ઝપાઝપી કરી હતી.

- text

- text