હળવદ: ટીકરના રણમાં કુવામાં ગેસ ગળતરથી ત્રણના મોત

- text


હળવદ: હળવદ તાલુકાનાં ટીકર રણમાં મીઠું પક્વ ત્રણ અગરિયાઓ કુવામાં ઉતર્યા બાદ ગેસ ગળતરનો ભોગ બનતા ત્રણેયના કામકમાટી ભર્યા મોત નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ વિગતો મુજબ ટીકરના રણમાં કામ કરતા અગરિયાઓ પાણીના કુવામાંથી મશીન મુકીને પાણી લઇ રહ્યા હતા ત્યારે રામજીભાઈ કુકાભાઈ ઠાકોર (ઉ.વ.૨૭) નું સૌપ્રથમ ગેસ ગળતરને પગલે મોત થયું હતું જની જાણ તેના ભાઈને થતા અનિલભાઈ કુકાભાઈ ઠાકોર (ઉ.વ.૨૧) તાત્કાલિક કુવામાં ઉતરીને બચાવવા જતા તેનું પણ ગેસ ગળતરથી મોત થયું હતું.
આ ઉપરાંત બાજુમાં કામ કરતા વાઘજીભાઈ મનસુખભાઈ ખાંભડીયાનું ધ્યાન પડતા તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બન્ને ભાઈઓને બચાવવા પ્રયત્ન કરતા તેઓ પણ ગેસ ગળતરનો ભોગ બનતા તેમનું પણ મોત થયું હતું.
આમ ગોઝારી ઘટનામાં ત્રણ-ત્રણ મજુરના ગેસ ગળતરથી મોત થતા ટીકર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ગેસ ગળતરની આ ઘટનામાં ત્રણેય અગરિયાઓના મૃતદેહ કુવામાંથી બહાર કાઢી હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહોને પી.એમ. માટે હોસ્પીટલે ખસેડી તપાસ શરૂ કરી છે.

- text

 

- text